- પેટ્રોલના ભાવમાં ફરી આજે વધારો
- છેલ્લા 15 દિવસમાં 8મી વાર વધારો કરવામાં આવ્યો
- અમદાવાદમાં પેટ્રોલ ₹98.36 અને ₹96.81
દિલ્હી: Petrol Diesel Prices Today બે દિવસ પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા બાદ ઈંધણના ભાવમાં આજે (ગુરુવારે) તેલના ભાવમાં વધારો થયો છે. આજે ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલા ડીઝલના ભાવમાં ઘડાડો થયો હતો અને પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો.
આ પણ વાંચો : વાલોડ તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ
આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલની કિમંતમાં 24 પૈસા અને ડિઝલના ભાવમાં 16 પૈસાનો વધારો થયો છે. ચૈન્નેઈમાં પેટ્રોલના ભાવમાં 31 પૈસાનો વધારો થયો છે અને ડીઝલ 15 પૈસા મોંઘુ થયું છે. કોલકત્તામાં પેટ્રોલ 39 પૈસા મોંઘુ થયું છે અને ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે.
શહેર | પેટ્રોલના ભાવ | ડીઝલના ભાવ |
દિલ્હી | ₹ 101.54 | ₹ 89.87 |
મુંબઈ | ₹107.54 | ₹97.45 |
કોલકત્તા | ₹ 102.23 | ₹94.39 |
ચેન્નેઈ | ₹104.94 | ₹95.26 |
હૈદરાબાદ | ₹105.52 | ₹97.96 |
ભોપાલ | ₹109.89 | ₹98.67 |
તિરુવંતમપુરમ | ₹103.52 | ₹96.47 |
અમદાવાદ | ₹98.36 | ₹96.81 |