- આજનો દિવસ શેર બજાર (Share Market) માટે મંગળ સાબિત થયો
- સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે ) શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું
- સેન્સેક્સ (Sensex) 445.56 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 131.05 પોઈન્ટ ઉછળ્યો
અમદાવાદઃ આજનો દિવસ શેર બજાર (Share Market) માટે મંગળ સાબિત થયો છે. કારણ કે, સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે ) ભારતીય શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 445.56 પોઈન્ટ (0.75 ટકા)ની મજબૂતી સાથે 59,744.88ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 131.05 પોઈન્ટ (0.74 ટકા)ના ઉછાળા સાથે 17,822.30ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોઃ Petrol-Diesel Price Today : સતત વધી રહ્યા છે ઇંધણના ભાવ, 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે?
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, ઓએનજીસી (ONGC) 10.77 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 5.02 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 4.21 ટકા, આઈઓસી (IOC) 2.97 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 2.69 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, કિપ્લા (Cipla) -2.40 ટકા, હિન્દલ્કો (Hindalco) -2.08 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -1.84 ટકા, સન ફાર્મા (Sun Pharma) -1.44 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Construction Prod) -1.36 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચોઃ GST સતત ત્રીજા મહિને રૂ.1 લાખ કરોડને પાર, સપ્ટેમ્બરમાં થયું આટલા કરોડ રૂપિયાનું કલેક્શન
વન ટાઈમ સ્પેક્ટ્રમ ચાર્જિસ મામલામાં સરકાર ટેલિકોમ કંપનીઓની સાથે સમજૂતી કરવા તૈયાર
ભારતી એરટેલ (Bharti Airtel), વોડા-આઈડિયા (Voda-Idea)ને 40,000 કરોડની રાહત મળી શકે છે. વન ટાઈમ સ્પેક્ટ્રમ ચાર્જિસ મામલામાં સરકાર ટેલિકોમ કંપનીઓની સાથે સમજૂતી કરવા તૈયાર છે. 17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલાની સુનાવણી થશે. જોકે, આ સમાચાર પછી ભારતી એરટેલમાં 2 ટકા તો વોડાફોનમાં 3.5 ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ દેશના સર્વિસીઝ સેક્ટરની એક્ટિવિટીમાં સપ્ટેમ્બરમાં ઘટાડો થયો છે. ફૂગાવાના પ્રેશરથી આગામી મહિનામાં વૃદ્ધિમાં ઘટાડો થાય તેવી આશંકા છે. જોકે, લૉકડાઉન ખૂલતા અને માર્કેટની સ્થિતિઓમાં સુધારાથી માગમાં પણ તેજી આવી છે. IHS માર્કેટના ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં સર્વિસીઝ માટે પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) 55.2 પર રહ્યો હતો. જ્યારે ઓગસ્ટમાં આ 56.7ની સાથે 18 મહિનાની ઉંચાઈ પર હતો. આ ઈન્ડેક્સમાં 50થી ઓછાનો સ્કોર ઘટાડાનો સંકેત હોઈ શકે છે.