- આજે સતત ત્રીજા દિવસે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સ્થિર છે
- કાચું તેલ પણ સતત ઘટાડા તરફ જતું જોવા મળી રહ્યું છે
- મજબૂત ડોલર ઈન્ડેક્સના કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે
નવી દિલ્હીઃ મજબૂત ડોલર ઈન્ડેક્સના કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કાચા તેલનું બજાર પર પ્રભાવિત થયું છે. રૂપિયાએ છેલ્લા સપ્તાહે ડોલરની સરખામણીમાં મજબૂતી દેખાડી હતી, જે અંતર્ગત ઘરેલુ બજારમાં ઈંધણ તેલની કિંમતમાં ઘટાડો થયો હતો, પરંતુ ડોલરે ફરી વાપસી કરી લીધી છે અને કોર્પોરેટર કંપનીઓ અને આયાતકારોની ડોલરની બઢતી માગના કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો- જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGમાં થયો ભાવ વધારો
કાચું તેલ સતત ઘટાડા તરફ જઈ રહ્યું છે
મંગળવારે રૂપિયો 32 પૈસા ગગડીને એક સપ્તાહના નિમ્ન સ્તર 73.42 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જ્યારે કાચું તેલ સતત ઘટાડા તરફ જઈ રહ્યું છે, પરંતુ આની અસર ઈંધણ તેલના ઘરેલુ કિંમતમાં પણ નથી દેખાયું. આજે સત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે.
આ પણ વાંચો- આજે ત્રીજા દિવસે Share Marketની ફ્લેટ શરૂઆત, નિફ્ટી 18 પોઈન્ટ તૂટ્યો
છેલ્લે પેટ્રોલ-ડીઝલની કિંમત 15-15 પૈસા ઘટી હતી
ગઈકાલના વેપારમાં બ્રેન્ટ કાચું તેલ વાયદા ભાવ 0.01 ટકા ઘટીને 72.21 ડોલર પ્રતિ બેરલ રહી ગયું હતું, પરંતુ અહીં કિંમત ત્રણ દિવસમાં સ્થિર છે. છેલ્લે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રવિવારે 15-15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો.
કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમત શું છે?
રાજ્ય | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
ગુજરાત | 97.92 | 95.37 |
દિલ્હી | 101.19 | 88.62 |
મુંબઈ | 107.26 | 96.19 |
કોલકાતા | 101.62 | 91.71 |
ચેન્નઈ | 98.96 | 93.26 |
બેંગલુરુ | 104.70 | 94.04 |
ભોપાલ | 109.63 | 97.43 |
લખનઉ | 98.30 | 89.02 |
પટના | 103.79 | 94.55 |
ચંદીગઢ | 97.40 | 88.35 |
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે
પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.
નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.