રેલવેએ દિલ્હી-પટના, દિલ્હી-કોલકાતા, દિલ્હી-મુંબઈ, મુંબઈ-લખનઉ, ચંદીગઢ-ગોરખપુર, દિલ્હી-છપરા, હાવડા-કટિહાર, હરિદ્વાર-જબલપુર વગેરે જેવા ક્ષેત્રોમાં વિશેષ ટ્રેન દોડાવવાની યોજના બનાવી છે.
અનારક્ષિત કોચમાં મુસાફરોની પ્રવેશ માટે ટર્મિનસ સ્ટેશનો પર RPF કર્મચારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે RPFના જવાનોને મુખ્ય સ્ટેશનો પર તૈનાત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વ્યસ્ત રેલવે ક્ષેત્રોમાં સુરક્ષા કર્મચારીઓની તૈનાત કરવાની સાથે એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના વધારાના સ્ટાફને પણ તૈનાત કરવામાં આવ્યો છે.