- વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની નબળી શરૂઆત
- સેન્સેક્સ 722.47 તો નિફ્ટી 202.75 પોઈન્ટ તૂટ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 722.47 પોઈન્ટ (1.20 ટકા)ના ઘટાડા સાથે 59,262.23ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 202.75 પોઈન્ટ (1.14 ટકા)ના ઘટાડા સાથે 17,665.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના
આજે ચર્ચામાં રહેનારા શેર્સ
આજે દિવસભર બીપીસીએલ (BPCL), અદાણી પાવર (Adani Power), ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs), શ્રી સિમેન્ટ (Shree Cement), યુપીએલ (UPL), અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission), એપોલો ટાયર્સ (Apollo Tyres), બંધન બેન્ક (Bandhan Bank), ભારત ઈલેક્ટ્રોનિક્સ (Bharat Electronic), કેડિલા હેલ્થકેર (Cadila Healthcare), ઓવેરોય રિયલ્ટી (Oberoi Realty) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- IMFનું ભારતની વૃદ્ઘિને લઈ અનુમાન 'ખૂબ ઓછું મૂલ્યાંકન': એન.કે સિંહ
એશિયાઈ બજારમાં આજે નબળાઈ
વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં (Asian Market) નબળાઈ જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી ફક્ત 7 પોઈન્ટની ઉપર દેખાઈ રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.10 ટકાના ઘટાડા સાથે 28,792.52ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.57 ટકાની તેજી જોવા મળી રહી છે. તાઈવાનનું બજાર 0.35 ટકાની નબળાઈ સાથે 16,981.73ના સ્તર પર વેપાર કરી રહી છે. જ્યારે હેંગસેંગ 0.21 ટકાની સુસ્તી સાથે 25,503.23ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.66 ટકાનો ઘટાડો આવ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.10 ટકાના વધારા સાથે 3,522.03ના સ્તર પર જોવા મળી રહ્યું છે.