- વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળ્યા છતાં શેર બજારની શરૂઆત સારી રહી
- સેન્સેક્સ 166.37 પોઈન્ટના વધારા સાથે 50,069.01ના સ્તર પર જોવા મળ્યો
- નિફ્ટી 14.20 પોઈન્ટની મજબૂતી સાથે 15,044.35ના સ્તર પર જોવા મળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 166.37 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 50,069.01ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 14.20 પોઈન્ટ (0.9 ટકા)ની મજબૂતી સાથે 15,044.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- ડૉ. રેડ્ડીજ અન્ય દેશોમાં સ્પુટનિક વી ની સપ્લાય કરવા RDIF સાથે કરી રહ્યા છે વાત
આ શેર પર સૌની નજર રહેશે
આજે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હોવાથી અનેક શેર્સમાં ફાયદો થાય તેવી શક્યતા છે. ત્યારે આજે દિવસભર ફર્ટિલાઈઝર શેર્સ, SUN PHARMA, COFORGE, DR REDDYS જેવી કંપનીના શેર્સ પર સૌની નજર ટકી રહેશે.
આ પણ વાંચો- કેઇર્ન 1.7 અબજની વસૂલાત માટે એર ઇન્ડિયાની સંપત્તિ કબજે કરવા કરી શકે છે કાર્યવાહી
એશિયાઈ બજારમાં પણ મિશ્ર વેપાર
વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળ્યા હોવા છતાં ભારતીય શેર બજારની શરૂઆત આજે ઉછાળા સાથે થઈ છે. જ્યારે આજે એશિયાઈ બજારમાં પણ મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 5 પોઈન્ટના ઘટાડા સાથે 15,030.00ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.49 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે નિક્કેઈ 13.99 પોઈન્ટ તૂટીને 28,030.46ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો આ તરફ તાઈવાનનું બજાર 0.92 ટકાના ઘટાડા સાથે 15,984.73ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગમાં 0.85 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તો બુધવારે DOW 165 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. જ્યારે નાસડેક પણ 225 પોઈન્ટની રિકવરી બાદ બંધ થયો હતો.