- વૈશ્વિક સંકેતોથી સતત બીજા દિવસે શેર બજારમાં ઘટાડો
- સેન્સેક્સ 400.18 પોઈન્ટ એટલે કે 0.79 ઘટાડા સાથે ખૂલ્યો
- નિફ્ટી 108.30 પોઈન્ટ એટલે કે 0.72 ટકાથી નીચે ખૂલ્યો
નવી દિલ્હીઃ મોટા શેરની વાત કરવામાં આવે તો આજે શરૂઆતમાં ONGC, NTPC, મારૂતિ, ટેક મહિન્દ્ર, SCL ટેક, ટાઈટન અને એમ એન્ડ એમના શેર લીલા નિશાને ખૂલ્યા હતા. જ્યારે રિલાયન્સ, ઈન્ટસઈન્ડ બેન્ક, ભારતીય એરટેલ, HDFC, HDFC બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને સન ફાર્માના શેર લાલ નિશાને ખૂલ્યા હતા.
તમામ સેક્ટરની શરૂઆત ઘટાડા સાથે થઈ
સિક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે તમામ સેક્ટરની શરૂઆત ઘટાડા સાથે થઈ, જેમાં મેટલ, FMCG, આઈટી, રિયલ્ટી, મીડિયા, બેન્ક, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસીઝ, ઓટો, પીએસયૂ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક સામેલ છે.
પ્રી ઓપન દરમિયાન શેર માર્કેટની સ્થિતિ
પ્રી ઓપન દરમિયાન સવારે 9.12 વાગ્યે સેન્સેક્સ 332.14 પોઈન્ટ એટલે કે 0.65 ટકા નીચે 50513.94ના સ્તર પર હતા. જ્યારે નિફ્ટી 164.85 પોઈન્ટ એટલે કે 1.08 ટકા નીચે 15080.75ના સ્તર પર હતો.