ETV Bharat / business

આજે મજબૂતી સાથે શરૂ થતા Share Marketમાં આવી તેજી, સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળ્યો - વૈશ્વિક બજાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 254.86 પોઈન્ટ (0.45 ટકા)ના વધારા સાથે 58,774.90ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 75.90 પોઈન્ટ (0.42 ટકા)ની મજબૂતી સાથે 17,464ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આજે મજબૂતી સાથે શરૂ થતા Share Marketમાં આવી તેજી, સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Sep 21, 2021, 9:52 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 254.86 તો નિફ્ટી (Nifty) 75.90 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે (મંગળવારે) સપ્તાહના બીજા દિવસે શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 254.86 પોઈન્ટ (0.45 ટકા)ના વધારા સાથે 58,774.90ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 75.90 પોઈન્ટ (0.42 ટકા)ની મજબૂતી સાથે 17,464ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડનો આઈપીઓ 21 સપ્ટેમ્બરે ખુલશે

આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર કિટેક્સ (Kitex), એચએએલ (HAL), ઝાયડસ (Zydus), એચસીએલ ટેક (HCL Tech), એસીઈ (ACE), અદાણી પોર્ટ્સ (Adani Ports), સરકારી બેન્ક્સ (Government Banks), મેટલ શેર્સ (Metal Shares), જેબીએમ ઓટો (JBM Auto), ટાટા મોટર્સ (Tata Motors), કોલ્તે પાટિલ (Kolte Patil) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- કન્ટેનરના ભાવમાં વધારાને લઇ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે સમસ્યા સર્જાઈ છેઃ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ

મોટા ભાગના એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 59 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ્સ ટાઈમ્સમાં 0.42 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો હેંગસેંગ 0.07 ટકા તૂટીને 24,082.20ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ તરફ આજે ચીન, તાઈવાન અને દક્ષિણ કોરિયાના બજાર બંધ રહેશે, પરંતુ ડાઉ ફ્યૂચર્સમાં 150 પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.