ETV Bharat / business

કોરોનાની બીજી લહેરના કારણે દેશને ઉત્પાદનમાં 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન - અર્થવ્યવસ્થાની સ્થિતિ

કોરોનાની બીજી લહેરના કારણે સમગ્ર દેશને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)એ એક લેખમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીની બીજી લહેરના કારણે 2 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનનું નુકસાન થયું છે. આ વાતનો ઉલ્લેખ RBIની માસિક પત્રિકામાં અર્થવ્યવસ્થાની સ્થિતિમાં કરવામાં આવ્યો છે.

કોરોનાની બીજી લહેરના કારણે દેશને ઉત્પાદનમાં 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

author img

By

Published : Jun 18, 2021, 10:59 AM IST

  • કોરોનાની બીજી લહેરના કારણે દેશને કરોડોનું નુકસાન
  • RBIએ માસિક પત્રિકામાં અર્થવ્યવસ્થાની સ્થિતિનો કર્યો ઉલ્લેખ
  • કોરોનાની બીજી લહેરના કારણે દેશને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુંઃRBI

મુંબઈઃ કોરોના મહામારીની એપ્રિલ અને મે મહિનામાં આવેલી બીજી લહેરના કારણે ઉત્પાદન સંદર્ભમાં દેશને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. રિઝર્વ બેન્કના અધિકારીઓએ એક લેખમાં આ વાત કહી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ગયા વર્ષે દેશવ્યાપી લૉકડાઉન પછી કોરોનાની બીજી લહેરને રોકવા માટે રાજ્યોસ્તર પર લગાવવામાં આવેલા લૉકડાઉનના કારણે મુખ્ય રીતે તેની અસર ઘરેલુ માગના સંદર્ભમાં રહી છે.

આ પણ વાંચો- પગારમાં ઘટાડાને કારણે સુરતના રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ

ગ્રામીણ માગ પર કોરોનાની બીજી લહેરની પ્રતિકૂળ અસર

RBIની માસિક પત્રિકામાં પ્રકાશિત અર્થવ્યવસ્થાની સ્થિતિ પર કેન્દ્રિય બેન્કના અધિકારીઓના લેખમાં કહેવામાં આવ્યું છે કે, આ માટે બીજી લહેરના કારણે 2 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદનનું નુકસાન થયું છે. આ ઉપરાંત આ લહેરની અસર નાના શહેરો અને ગામ પર પણ થઈ છે. આનાથી ગ્રામીણ માગ પર પ્રતિકૂળ અસર પડશે. સરકારી ખર્ચથી ગયા વર્ષે જે અસાધારણ તેજી જોવા મળી હતી. આ વખતે સ્થિતિ તેવી રહેવાની સંભાવના નથી.

આ પણ વાંચો- અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકારે કોવિડ બોન્ડ પર વિચાર કરવો જોઈએઃ ડી. સુબ્બારાવ

ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં વધારો નોંધાયો

લેખમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, સારી વાત તો એ છે કે, અછતની સ્થિતિ સાથે જોડાયેલા કેટલાક મામલામાં સ્થિતિ સારી છે. આમાં કૃષિ અને સંપર્કરહિત સેવાઓ (ડિજિટલ સેવાઓ) સામેલ છે, જે મહામારી વચ્ચે પોતાનું કામ પહેલાની જેમ કરી રહી છે. જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસ વધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.