ETV Bharat / business

સપ્તાહનો બીજો દિવસ Share Market માટે રહ્યો મંગળ, સેન્સેક્સ 383 અને નિફ્ટી 143 પોઈન્ટ ઉછળ્યો - શેર બજારના આજના સમાચાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજાર (Share Market) બંધ પણ ઉછાળા સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 383.21 પોઈન્ટ (0.63 ટકા)ના ઉછાળા સાથે 61,350.26ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 143 પોઈન્ટ (0.79 ટકા)ની મજબૂતી સાથે 18,268.40ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 61,000ને પાર નીકળવામાં સફળ રહ્યો છે.

સપ્તાહનો બીજો દિવસ Share Market માટે રહ્યો મંગળ, સેન્સેક્સ 383 અને નિફ્ટી 143 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Oct 26, 2021, 4:24 PM IST

  • સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર માર્કેટ મજબૂતી સાથે બંધ થયું
  • સેન્સેક્સ 383.21 તો નિફ્ટી 143 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો
  • આ સાથે જ સેન્સેક્સ 61,000ને પાર નીકળવામાં સફળ રહ્યો

અમદાવાદઃ સપ્તાહનો બીજો દિવસ એટલે કે આજનો (મંગળવાર) દિવસ ભારતીય શેર બજાર (Indian Share Market) માટે મંગળ સાબિત થયો છે. કારણ કે, આજે ભારતીય શેર બજારની (Indian Share Market) શરૂઆત પણ મજબૂત થઈ હતી. જ્યારે આજે શેર બજાર (Share Market) બંધ પણ ઉછાળા સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 383.21 પોઈન્ટ (0.63 ટકા)ના ઉછાળા સાથે 61,350.26ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 143 પોઈન્ટ (0.79 ટકા)ની મજબૂતી સાથે 18,268.40ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 61,000ને પાર નીકળવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચો- RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, ટાટા મોટર્સ (Tata Motors) 5.90 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 4.15 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 3.83 ટકા, ટાઈટન કંપની (Titan Company) 3.73 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 3.14 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -1.88 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.18 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -0.75 ટકા, એચયુએલ (HUL) -0.65 ટકા, એનટીપીસી (NTPC) -0.28 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- RBI ગવર્નર બોલ્યા - અનુકૂળ અર્થવ્યવસ્થા માટે નિષ્પક્ષ અને મજબૂત ઑડિટ વ્યવસ્થા જરૂરી

નાયકાના IPOથી 6 લોકો પર થશે પૈસાનો વરસાદ

નાયકા કંપનીનો IPO આ સપ્તાહે 28 ઓક્ટોબરે ખૂલશે. આ ઈશ્યુ જાહેર થયા પછી કંપનીના ટોપ 6 કર્મચારીઓને કુલ 850 કરોડ રૂપિયાનો ફાયદો થશે. આ 6 લોકો નાયકાના અલગ અલગ સેગમેન્ટના ઉચ્ચ અધિકારી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીના પ્રાઈવેટ લેબલ ડિવિઝન FSN બ્રાન્ડ્ઝની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિના છાબડાને ઈશ્યુ જાહેર થયા પછી 250 કરોડ રૂપિયા મળશે. તેમની પાસે 21 લાખ શેર અને 1.20 લાખ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન્સ (ESOPs) છે. છાબડા FSN બ્રાન્ડ્સથી મે 2016થી જોડાયેલી છે. કંપની તરફથી જાહેર DRHP અનુસાર, ફિસ્કલ યર 2021માં તેનું ટોટલ પેકેજ 3.06 કરોડ રૂપિયાનું હતું.

સેન્સેક્સઃ + 383.21

ખૂલ્યોઃ 60,997.90

બંધઃ 61,350.26

હાઈઃ 61,497.71

લોઃ 60,791.29

NSE નિફ્ટીઃ +143.00

ખૂલ્યોઃ 18,154.50

બંધઃ 18,268.40

હાઈઃ 18,310.45

લોઃ 18,099.30

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.