ETV Bharat / business

RBIએ અમેરિકન એક્સપ્રેસ, ડાઈનર્સ ક્લબના નવા ગ્રાહકોને કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવ્યો

ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પોરેશન અને ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ લિમિટેડને 1 મેથી નવા સ્થાનિક ગ્રાહકોને કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બેન્કે કહ્યું હતું કે, આ આદેશથી આ બંને એકમના હાલના ગ્રાહકો પર અસર નહીં થાય.

RBI
RBI
author img

By

Published : Apr 24, 2021, 8:59 AM IST

  • અમેરિકન એક્સપ્રેસ કોર્પોરેશન અને ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ લિમિટેડ પર પ્રતિબંધ
  • ભારતીય રિઝર્વ બેન્કે આંકડાઓ અને અન્ય જાણકારીની નિયમોના ઉલ્લંઘન માટે કર્યો પ્રતિબંધ
  • આ આદેશથી આ બંને એકમોના વર્તમાન ગ્રાહકો પર કોઈ અસર નહીં થાયઃ RBI

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે (RBI) અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પોરેશન અને ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ લિમિટેડને 1 મેથી નવા સ્થાનિક ગ્રાહકોને કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આંકડાઓ અને અન્ય જાણકારીની જાળવણીના નિયમોના ઉલ્લંઘનના કારણે આ પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રિય બેન્કે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ આદેશથી આ બંને એકમોના વર્તમાન ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય.

આ પણ વાંચોઃ કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફલાઈટ પર લગાવ્યો પ્રતિબંધ

આ પ્રતિબંધ 23 એપ્રિલે જાહેર કરેલા આદેશ અંતર્ગત લગાવાયો

અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પોરેશન અને ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ લિમિટેડ 'પેમેન્ટ સિસ્ટમ' ઓપરેટર છે. બંને દેશમાં ચૂકવણી અને સમાધાન પ્રણાલી કાયદા, 2007 (PSS કાયદા) અંતર્ગત કાર્ડ નેટવર્કને ચલાવવા માટે અધિકૃત છે. RBIએ અમેરિક એક્સપ્રેસ બેન્કિંગ કોર્પોરેશન અને ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ પર આ પ્રતિબંધ 23 એપ્રિલ 2021એ જાહેર કરેલા આદેશ અંતર્ગત લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ નિષ્કલંક મહાદેવ મંદિરમાં ચૈત્રી પૂનમ પર થતા સમુદ્ર સ્નાન પર પ્રતિબંધ રાખવા ગ્રામ પંચાયતની માગ

આ એકમો નિર્દેશોનું પાલન નહતી કરતી

કેન્દ્રિય બેન્કે વધુમાં ઉમેર્યું હતું કે, આ એકમો ચૂકવણી પ્રણાલીથી જોડાયેલા આંકડા અને માહિતી સંગ્રહને લઈને નિર્દેશોનું પાલન નહતી કરતી. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2018માં ચૂકવણી વ્યવસ્થાથી જોડાયેલી આ તમામ સેવા પ્રદાતાઓએ નક્કી કરવાનું કહેવામાં આવ્યું હતું કે, તેમના દ્વારા ચલાવાતી ચૂકવણી પ્રણાલીથી સંબંધિત આંકડા અને જાણકારી 6 મહિનાની અંદર ભારતમાં નિર્ધારિત વ્યવસ્થામાં જ રાખવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.