નવી દિલ્હી: દેશની પ્રથમ પ્લાઝમાં બેંક દિલ્હીમાં શરૂ થઇ રહી છે. મુખ્ય પ્રધાન અરંવિદ કજરીવાલે કોરોનાથી મુક્ત થયેલા લોકોને અપીલ કરી છે કે, તે આગળ વધીને બીજા લોકોને મદદ કરે. દિલ્હી સરકારના પ્રધાન અને વિધાયકે પ્લાઝમાં ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. તેમનુ લક્ષ્ય એવુ છે કે, તેમનીમાંથી પ્રેરણા લઇને બીજા લોકો પણ પ્લાઝમાં ડોનેટ કરવા માટે આગળ આવે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે પ્લાઝમા બેંકનું ઉદ્ધાટન કર્યું હતું. જે દેશની પ્રથમ પ્લાઝમા બેંક છે. તેમણે દિલ્હીના લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી હતી. પ્લાઝમા બેંક ILBS હોસ્પિટલમાં શરૂ થઈ રહી છે. અત્યાર સુધી લોકોને પ્લાઝમા લેવામાં તકલીફ પડી રહી હતી. પરંતુ હવે આશા છે કે બેંક બની જવાથી મુશ્કેલીઓ દૂર થશે. પરંતુ આ પ્લાઝમા બેંક ત્યારે જ સફળ થશે જ્યારે લોકો આગળ આવીને પ્લાઝમા ડોનેટ કરશે.