- ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો (Zomato)નું શેર બજારમાં (Share Market) સારું લિસ્ટિંગ થયું
- BSEમાં આ 115 રૂપિયા પર લિસ્ટ થયો છે, જે તેના ઈશ્યુ પ્રાઈઝ 76 રૂપિયાથી લગભગ 51 ટકા વધુ છે
- લિસ્ટિંગ પછી કંપનીની માર્કેટ કેપિટલ (Market capitalization of the company) 1 લાખ કરોડને પાર થઈ છે
મુંબઈઃ શેર બજારમાં ઝોમેટોનું લિસ્ટિંગ બીએસઈ (BSE) પર 115 રૂપિયા પર શેર થઈ છે. આ આશાઓથી ઘણું સારું પ્રદર્શન છે. તેમ જ આ ઈશ્યુ પ્રાઈઝથી 51.32 ટકા એટલે કે 39 રૂપિયા વધુ છે. જ્યારે NSE પર ઝોમેટોના શેર્સનું લિસ્ટિંગ 116 રૂપિયા પર થયું છે. આ ઈશ્યુ પ્રાઈઝથી 52.63 ટકા એટલે કે 40 રૂપિયા ઉપર થઈ છે. કંપનાના શેર્સની ઈશ્યુ પ્રાઈઝ 76 રૂપિયા છે.
આ પણ વાંચો- Gold Price: સોનામાં જોવા મળી તેજી, ઓછી માગના કારણે વાયદાની કિંમતમાં ઘટાડો
કંપનીના જાણકારોને કંપનીના વેલ્યુએશન અંગે ચિંતા હતી
ઝોમેટો (Zomato)ના શેર્સની ફાળવણી 22 જુલાઈએ થઈ હતી. પહેલા આનું લિસ્ટિંગ 27 જુલાઈએ થવાનું હતું, પરંતુ પછી તેને સમય પહેલા એટલે કે 23 જુલાઈએ લિસ્ટ કરવામાં આવી હતી. કંપનીના ઈશ્યુ પ્રાઈઝ બેન્ડ 76 રૂપિયા હતા. આજે ઝોમેટોના શેર 105 રૂપિયા પર લિસ્ટ થવાની આશા હતી, પરંતુ લિસ્ટિંગ 115 રૂપિયા પર થઈ છે. જોકે, બજારના જાણકારોને કંપનીના વેલ્યુએશનને લઈને ચિંતા જરૂર હતી.
આ પણ વાંચો- હોલમાર્ક કાયદાના નવા નિયમોથી રાજકોટ સોની બજારના વેપારીઓમાં રોષ
લિસ્ટિંગમાં હજી પણ તેજી યથાવત્
લિસ્ટિંગ પછીથી જ ઝોમેટોના શેર્સમાં તેજી બની રહી છે. સવારે 10 વાગ્યા પછી કંપનીના શેર્સ એનએસઈ (NSE) પર 138.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. કંપનીના શેર્સ કામ માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. માર્કેટ કેપ તરીકે આ ભારતની 45મા નંબરની કંપની બની ગઈ છે. કંપનીના શેર પોતાના અપર સર્કિટ સુધી પહોંચવાના છે. ઝોમેટોના શેર્સનું અપર સર્કિટ 139.20 રૂપિયા છે. તેજી હજી પણ ચાલુ જ છે અને લિસ્ટિંગ પછી કંપનીની માર્કેટ કેપિટલ 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.