ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંધે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં ટેલિકોમ વિસ્તારની સમસ્યાઓના સમાધાનને લઇને તુરંત હસ્તક્ષેપનો આગ્રહ કર્યો છે.
પત્રમાં લખ્યું છે કે, જ્યાં એક તરફ દુનિયા ભરની કંપનીઓ 5G, કૃત્રિમ મેધા (AI) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી ટેક્નોલોજીમાં નવી તકની શોધ કરી રહી છે. જ્યારે દેવામાં ડૂબેલા ભારતીય ટેલિકોમ ઉદ્યોગમાં નેટવર્ક અને ભવિષ્યની ટેક્નોલોજીમાં રોકાણને લઇને કોઇ ઇચ્છા બચી નથી.
સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર 2019ના રોજ ટેલિકોમ રાજસ્વ આકારણીની સરકારની રીતને યોગ્ય ગણાવી હતી. તે હેઠળ લાઇસન્સ અને સ્પેક્ટ્રમ ઉપયોગની ગણના કરવામાં આવે છે. આ આદેશ હેઠળ શરુઆતના અંદાજ મુજબ એયરટેલ, વોડાફોન, આઇડીયા અને અન્ય ટેલિકોમ કંપનીઓએ સરકારને વધુ ત્રણ મહીનામાં 1.33 લાખ કરોડ રુપયા ચુકવવા પડી શકે તેમ છે.