મુંબઈ: દેશની સૌથી મોટી સૉફ્ટવેર સર્વિસ કંપની TCSએ ગુરુવારે કહ્યું કે તે તેના 4.5 લાખ કર્મચારીઓને છૂટા કરશે નહીં. જો કે, આ વર્ષે કંપનીએ કોઈ પણ લોકોને પગાર વધારશે નહીં.
ટાટા જૂથની કંપનીએ એમ પણ કહ્યું હતું કે તે નવી નિમણૂંકો માટે કરેલી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરશે અને જે 40 હજાર લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે તેને નોકરી ર રાખશે. તે અન્ય કંપનીઓની જેમ નહીં કરે જેમણે નોકરીની ઑફર પર પુનર્વિચારણા કરવા જણાવ્યું હતું.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) નો સંકલિત ચોખ્ખો નફો માર્ચ 2020 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં નજીવો ઘટીને 8,049 કરોડ થયો છે.
જો કે, કંપનીએ સંકેત આપ્યા છે કે કોરોના વાઇરસના સંકટને કારણે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ બે ક્વાર્ટર ખૂબ મુશ્કેલ હશે અને આવક ઓછી થવાની સંભાવના છે.