નવી દિલ્હી: સિપ્લાની સબસિડિયરી સ્ટાર્ટઅપ સિપ્લા હેલ્થે બુધવારે કહ્યું કે તેણે સ્વાસ્થ્ય સંબંધિત ઉત્પાદનોને ઘરે ઘરે પહોંચાડવા માટે swiggy, zomato અને Dunzo સાથે ભાગીદારી કરી છે.
આ ભાગીદારી કોરોના વાઇરસ રોગચાળાને કારણે દેશવ્યાપી લોકડાઉનને પગલે કરવામાં આવી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભાગીદારોના હાલના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની મદદથી સિપ્લા હેલ્થ દેશના 45 શહેરોમાં ચાર લાખ લોકોની માંગને પહોંચી વળાશે.
સિપ્લા હેલ્થનાં સીઇઓ શિવમ પુરીએ કહ્યું કે, અમે આ મુખ્ય સપ્લાય કરનારાઓ સાથે ભાગીધારી કરી લીધી છે, કારણ કે અમે અમારા પુરવઠાને તેમના દ્વારા વસ્તીના મોટા ભાગ સુધી પહોંચી શકીશું.