ETV Bharat / business

Share Market : સપ્તાહના છેલ્લા દિવસે આજે ફરી મજબૂત શરૂઆત, સેન્સેક્સ 219 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 219.5 પોઈન્ટ (0.36 ટકા)ના વધારા સાથે 61,143ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 51.20 પોઈન્ટ (0.28 ટકા)ની મજબૂતી સાથે 18,229.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની ફરી મજબૂત શરૂઆત, સેન્સેક્સ 219 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Oct 22, 2021, 10:21 AM IST

  • વૈશ્વિક બજાર તરફથી મળી રહ્યા છે મિશ્ર સંકેત
  • સપ્તાહના છેલ્લા દિવસે આજે શેર બજારની મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ 219.50 તો નિફ્ટી 51.20 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 219.5 પોઈન્ટ (0.36 ટકા)ના વધારા સાથે 61,143ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 51.20 પોઈન્ટ (0.28 ટકા)ની મજબૂતી સાથે 18,229.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- New Scrap Policy: 15 વર્ષ જૂના વાહનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો, ચૂકવવા પડશે 5000 રુપિયા

દિવાળીમાં આ શેર્સમાં રોકાણ કરવું રહેશે ફાયદાકારક

દિવાળી નિમિત્તે રોકાણ કરવા માગતા લોકો માટે સારા સમાચાર છે. દિવાળી નિમિત્તે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State Bank of India), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), એલ એન્ડ ટી (L&T), ડીએલએફ (DLF), એન્ડ્યુરન્સ ટેક (Endurance Tech), વેલ્સપન ઈન્ડિયા (Welspun India), પ્રેસ્ટિજ એસ્ટેટ્સ (Prestige Estates), કેઈસી ઈન્ટરનેશનલ (KEC International), ફિલિપ્સ કાર્બન બ્લેક (Philips Carbon Black) જેવા શેર્સમાં રોકાણ કરવાથી ફાયદો થશે.

આ પણ વાંચો- These rules will change from today, ચેકબુક સંબંધિત નિયમોથી લઈને પગાર સુધી અસર થશે

આ કંપની લાવી રહી છે IPO

બ્યૂટી સ્ટાર્ટઅપ નાયકા પોતાના ત્રણ દિવસીય IPO ઓફરને 28 ઓક્ટોબરે લોન્ચ કરશે. એટલે કે IPO 28 ઓક્ટોબરે ખૂલશે અને 1 નવેમ્બરે બંધ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આ IPOના માધ્યમથી 5,200 કરોડ રૂપિયા એકત્રિત કરશે. આ ઓનલાઈન સ્ટોર આ IPO માટે પોતાની વેલ્યુશન 7.4 અબજ ડોલર રાખવા માગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.