ETV Bharat / business

Stock Market India: પહેલા દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 57,000ની નીચે પહોંચ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

સપ્તાહના પ્રથમ દિવસે આજે ફરી એક વાર ભારતીય શેર બજારની (Stock Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 233.04 પોઈન્ટ (0.41 ટકા) તૂટીને 56,874.11ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 91.50 પોઈન્ટ (0.54 ટકા)ના ઘટાડા સાથે 16,935ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market Live: પહેલા દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 57,000ની નીચે પહોંચ્યો

author img

By

Published : Nov 29, 2021, 10:49 AM IST

  • વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારની નબળી શરૂઆત
  • સેન્સેક્સ 233.04 અને નિફ્ટી 91.50 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે, જેના કારણે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારની (Stock Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 233.04 પોઈન્ટ (0.41 ટકા) તૂટીને 56,874.11ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 91.50 પોઈન્ટ (0.54 ટકા)ના ઘટાડા સાથે 16,935ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સાથે જ સેન્સેક્સ 57,000 અને નિફ્ટી 17,000ની નીચે પહોંચી ગયો છે.

આ પણ વાંચો- Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO 1 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે

આજે દિવસભર રિલાયન્સ (Reliance), ફાર્મા કંપનીઝ (Pharma Companies), જીએચસીએલ (GHCL), સાલસર ટેક્નો (Salasar Techno), ડીપ ઈન્ડસ્ટ્રીઝ (Deep Industries), લેબ પેથ શેર (Lab Path Share) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- પ્રત્યક્ષ વિદેશી રોકાણના માત્ર 29 જોગવાઈ જ મંજૂરી માટે પેન્ડિંગઃ DPIIT સચિવ

વૈશ્વિક બજાર પહેલા દિવસે રિકવરીના પ્રયાસમાં

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, વૈશ્વિક બજાર (Global Market) આજે પહેલા જ દિવસે રિકવરીના પ્રયાસમાં જોવા મળી રહ્યું છે. આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 119.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.02 ટકાના ઘટાડા સાથે 28,746.49ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.96 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.07 ટકાના ઘટાડા સાથે 17,356.54ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 0.35 ટકા તૂટીને 23,997.29ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.31 અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.