- વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની નબળી શરૂઆત
- સેન્સેક્સ 176.93 અને નિફ્ટી 70.05 પોઈન્ટ ગગડ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 176.93 પોઈન્ટ (0.30 ટકા)ના ઘટાડા સાથે 58,630.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 70.05 પોઈન્ટ (0.40 ટકા) તૂટીને 17,446.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 59,000ની નજીક પહોંચી ગયો છે.
આ પણ વાંચો- MapMyIndia In Capital Market: સી. ઈ. ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો IPO 09 ડિસેમ્બરે ખૂલશે
વૈશ્વિક બજાર પર એક નજર
વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયન માર્કેટમાં નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 22 પોઈન્ટ ઘટ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.40 ટકાના ઘટાડા સાથે 28,609.84ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.21 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.39 ટકાના ઘટાડા સાથે 17,843.80ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 0.44 ટકાના ઘટાડા સાથે 24,148.63ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.58 ટકાનો ઘટાડો અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.22 ટકાના વધારા સાથે 3,665.08ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો- Corona Effect on Office Market: ભારતના ઓફિસ માર્કેટને કોવિડ પહેલાના સ્તરે પહોંચવામાં બે વર્ષ લાગશેઃ કોલિયર્સ
આજે આ સ્ટોક ચર્ચામાં રહેશે
આજે દિવસભર સૌથી વધુ રિલાયન્સ (Reliance), બજાજ ઈલેક્ટ્રિકલ્સ (Bajaj Electricals), માર્કસન્સ ફાર્મા (Marksans Pharma), ઈન્શ્યોરન્સ શેર્સ (Insurance Shares), ફૂટવિયર શેર્સ (Footwear shares), ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddy's Labs), દીપક ફર્ટિલાઈઝર્સ (Deepak Fertilisers), આઈઆઈએફએલ ફાઈનાન્સ (IIFL Finance) જેવા સ્ટોક ચર્ચામાં રહેશે.