અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા જ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 95.15 પોઈન્ટ (0.16 ટકા) તૂટીને 58,549.67ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 1.95 ટકા (0.01 ટકા) ઘટીને 17,514.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- અંબુજા સિમેન્ટની #INDIASALUTESSAIDPUR શોર્ટ ફિલ્મ ડિજિટલ મિડિયામાં બની ચર્ચાસ્પદ
આજે ચર્ચામાં રહેનારા શેર
આજે દિવસભર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State Bank of India), બેન્ક ઓફ બરોડા (Bank of Baroda), સિટી યુનિયન બેન્ક (City Union Bank), મિંડા કોર્પોરેશન (Minda Corporation), શ્રી સિમેન્ટ (Shree Cement), ધાણી સર્વિસીઝ (Dhani Services), વિશ્વરાજ સુગર ઈન્ડસ્ટ્રીઝ (Vishwaraj Sugar Industries), ટાટા સ્ટીલ (Tata Steel), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) જેવા શેર ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- Union Budget 2022 : પ્રાકૃતિક ખેતીથી પોષક તત્વો જમીનમાં ભળવાથી જમીન ખૂબ ઉન્નત બને છેઃ ખેડૂતો
વૈશ્વિક બજારની સ્થિતિ
એશિયન બજારમાં આજે મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 66 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.86 ટકાના ઘટાડા સાથે 27,203.66ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.20 ટકાના સામાન્ય વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.47 ટકાના ઉછાળા સાથે 17,757.41ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.67 ટકાના ઘટાડા સાથે 24,409.06ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સાથે જ કોસ્પી -1.03 ટકા તૂટીને 2,721.99ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 1.62 ટકાના વધારા સાથે 3,415.83ના સ્તર પર જોવા મળી રહ્યો છે.