- આજે ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું સ્ટોક માર્કેટ
- સેન્સેક્સ 329.06 અને નિફ્ટી 103.50 પોઈન્ટ ગગડ્યો
- સેન્સેક્સ ફરી એક વાર 58,000ની સપાટીથી નીચે પહોંચ્યો
અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) ફ્લેટ શરૂઆત થઈ હતી. જોકે, આજે દિવસભર સ્ટોક માર્કેટમાં (Stock Market India) કોઈ ખાસ ઉછાળો જોવા મળ્યો નહતો, જેના કારણે સ્ટોક માર્કેટ (Stock Market India) આજે ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 329.06 પોઈન્ટ (0.57 ટકા)ના ઘટાડા સાથે 57,788.03ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક માર્કેટનો નિફ્ટી (Nifty of National Stock Market) 103.50 પોઈન્ટ (0.60 ટકા)ના ઘટાડા સાથે 17,221.40ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- Telecom Regulatory Authority of India: ડાઉનલોડમાં Jio, અપલોડ્સમાં વોડાફોન આઈડિયા ટોચ પર
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, સન ફાર્મા (Sun Pharma) 2.77 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 1.45 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 0.91 ટકા, એમ એન્ડ એમ (M&M) 0.85 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 0.85 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -2.93 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.53 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -2.41 ટકા, આઈટીસી (ITC) -2.03 ટકા, આઈઓસી (IOC) -1.91 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- Corona Effect on Office Market: ભારતના ઓફિસ માર્કેટને કોવિડ પહેલાના સ્તરે પહોંચવામાં બે વર્ષ લાગશેઃ કોલિયર્સ
કેબિનેટે સેમિકન્ડક્ટર્સ માટે PLI સ્કીમને આપી મંજૂરી
મોદી સરકારે આજે (15 ડિસેમ્બરે) કેબિનેટની બેઠકમાં સેમિ કન્ડક્ટર્સ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ્સ (PLI) સ્કીમ્સને મંજૂરી આપી દીધી છે. આવા સમયમાં જ્યારે માઈક્રોચિપની અછતના કારણે ઈન્ડસ્ટ્રિઅલ પ્રોડક્શનને અસર થઈ છે. સરકારના આ પગલાથી સેમિકન્ડક્ટર બનાવનારી કંપનીઓને ફાયદો થશે. આનાથી કંપનીને ઈલેક્ટ્રોનિક હબ બનાવવાની મદદ મળશે.