ETV Bharat / business

Stock Market India: પહેલા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 375 પોઈન્ટ ઉછળી 60,000ની નજીક પહોંચ્યો - World Stock Market

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 375.3 પોઈન્ટ (0.56 ટકા)ના ઉછાળા સાથે 59,113.01ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 113.85 પોઈન્ટ (0.65 ટકા)ની મજબૂતી સાથે 17,625.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: પહેલા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 375 પોઈન્ટ ઉછળી 60,000ની નજીક પહોંચ્યો

author img

By

Published : Dec 13, 2021, 10:15 AM IST

  • વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળી રહ્યા
  • સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ 375 અને નિફ્ટી 113 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 375.3 પોઈન્ટ (0.56 ટકા)ના ઉછાળા સાથે 59,113.01ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 113.85 પોઈન્ટ (0.65 ટકા)ની મજબૂતી સાથે 17,625.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સાથે જ સેન્સેક્સ 60,000 તો નિફ્ટી 18,000ની નજીક પહોંચી ગયો છે.

આ પણ વાંચો- Union Minister Piyush Goyal on Plastic Production: ભારતે પ્લાસ્ટિક ઉત્પાદનનું ટર્નઓવર 10 લાખ કરોડ રૂપિયા સુધી વધારવું જોઈએ

આજે આ કંપનીના શેર્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર વેદાન્તા (Vedanta), મિન્ડા ઈન્ડ (Minda Ind), એન્ટોની વેસ્ટ (Antony Waste), તેગા ઈન્ડસ્ટ્રીઝ (Tega Industries), બર્ગર કિંગ (Burger King), ડીઆરએલ (DRL), અલ્ટ્રાટેક (Ultratech), કલ્પતરુ પાવર (Kalptaru Power), નઝારા ટેક (Nazara Tech) જેવી કંપનીના સ્ટોક ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- New Arrival in India: જાન્યુઆરીમાં રજૂ કરવામા આવી શકે છે 5G ટેસ્ટ પ્લેટફોર્મ, ટેલિકોમ સચિવનું નિવેદન

વૈશ્વિક બજાર પર એક નજર

વૈશ્વિક બજારની (World Stock Market) વાત કરીએ તો, આજે એશિયન માર્કેટમાં ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 118.50 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.91 ટકાના વધારા સાથે 28,696.68ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સાથે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.36 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.19 ટકા વધીને 17,859.77ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 1.13 ટકાના વધારા સાથે 24,266.26ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.62 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.76 ટકાના વધારા સાથે 3,694.04ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.