અમદાવાદઃ આજે કેન્દ્રિય બજેટ (Union Budget 2022) રજૂ થયા પછી સ્ટોક માર્કેટમાં (Stock Market India) ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 848.40 પોઈન્ટ (1.46 ટકા)ના ઉછાળા સાથે 58,862.57ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 237 પોઈન્ટ (1.37 ટકા)ની મજબૂતી સાથે 17,576.85ના સ્તર પર બંધ થયો છે. તો આજે દિવસભર ઓટો, તેલ, ગેસ સિવાય BSEના તમામ સેક્ટરમાં તેજી જોવા મળી હતી. જ્યારે મેટલ, રિયલ્ટી, ફાર્મા શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી.
આ પણ વાંચો- Budget 2022 E-passport: વિદેશ જનારાઓ માટે મોટી જાહેરાત, વર્ષ 2022-23થી ચિપ ઈ-પાસપોર્ટ ઉપલબ્ધ થશે
શેર બજારે પ્રાથમિક ધોરણે બજેટને આવકાર્યું
આજે રજૂ થયેલું બજેટને (Union Budget 2022) શેર બજારે (Stock Market India) હાલ પ્રાથમિક ધોરણે આવકાર આપ્યો છે. બજેટમાં શેર બજાર (Stock Market India) પર કોઈ નવો બોજો લદાયો નથી. તેનો આનંદ છે. બીજી તરફ નાણા પ્રધાને કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડી 15 ટકા કર્યો છે, જેને કોર્પોરેટ સેક્ટર્સ અને શેર દલાલોએ એકી અવાજે આવકાર્યો છે. આવકવેરાના માળખામાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમ જ કોરોના મહામારીના સંદર્ભમાં કોર્પોરેટ સેક્ટર્સ પર ટેક્સરૂપી કોઈ નવો બોજો આવશે તેવી ધારણા હતી, પરંતુ તેવું થયું નથી. જેથી શેર બજાર આજે મજબૂત જળવાઈ રહ્યું હતું. તેજીવાળા ઓપરેટર્સે નવી લેવાલી કાઢી હતી.
વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ માટે આવશે કે નહીં તે સમય બતાવશે
બજેટ જોયા પછી વિદેશી રોકાણકાર સંસ્થાઓ ભારતના મૂડી બજારમાં રોકાણ કરવા આવે છે કે નહીં. તે આગામી સમયમાં જોવા મળશે. જોકે, હાલ બજેટ અર્થતંત્રના વિકાસને ગતિ આપે તેમ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્પેન્ડિંગ વધાર્યું છે. ડિજિટલ ભારતનું (Digital Bharat) સ્વપ્ન સાકાર કરવા માટે અનેક નવી દરખાસ્તો મુકી છે, જેની લાંબા ગાળે આર્થિક વિકાસ અને જીડીપી ગ્રોથ રેટ પર પોઝિટિવ અસર જોવા મળશે. આથી લાંબા ગાળે શેર બજારમાં તેજીનો ટોન જળવાશે તેમ અગ્રણી શેર દલાલો માની રહ્યા છે.
આ પણ વાંચો- Budget Tax Sector 2022: ભારતમાં રેગ્યુલેટેડ ડીજીટલ કરન્સી લાવવાની કરી જાહેરાત
કેન્દ્રિય બજેટમાં કરદાતા માટે મોટી જાહેરાત
કેન્દ્રિય નાણા પ્રધાને આજે સંસદમાં કેન્દ્રિય બજેટ 2022-23 (Union Budget 2022) રજૂ કર્યું હતું. તેમાં કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ટેક્સ નિષ્ણાતો આને ઈન્કમ ટેક્સની નજરેથી મોટા ફેરફાર તરીકે જોઈ રહ્યા છે. આ જાહેરાત મુજબ, કરદાતા ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પછી 2 વર્ષ સુધી તેને અપડેટ કરી શકશે. નાણા પ્રધાને કહ્યું હતું કે, ઈન્કમટેક્સ રિટર્ન સાથે સંબંધિત એસેસમેન્ટ યરને 2 વર્ષ સુધી રિટર્નમાં સંશોધન કરી શકાય છે. આના માટે શરત એ છે કે, કરદાતાઓએ વધારાની આવક પર બાકી વ્યાજ અને ટેક્સના 25 થી 50 ટકા વધારાના ચૂકવવા પડશે.
આ પણ વાંચો- Union Budget 2022: RBI લોન્ચ કરશે Digital Currency, નાણાં પ્રધાને કરી જાહેરાત
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સ પર (Top Gainers Stocks) નજર કરીએ તો, ટાટા સ્ટિલ (Tata Steel) 7.46 ટકા, સન ફાર્મા (Sun Pharma) 6.88 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 6.07 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 5.47 ટકા, હિન્દલ્કો (Hindalco) 4.45 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની (Top Losers Stocks) વાત કરીએ તો, બીપીસીએલ (BPCL) - 4.46 ટકા, આઈઓસી (IOC) -2.76 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -2.56 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -1.32 ટકા, એમ એન્ડ એમ (M&M) -1.35 ટકા ગગડ્યા છે.
ગ્રાફિક્સઃ
સેન્સેક્સઃ +848.40
ખૂલ્યોઃ 58,672.86
બંધઃ 58,862.57
હાઈઃ 59,032.20
લોઃ 57,737.66
NSE નિફ્ટીઃ + 237.00
ખૂલ્યોઃ 17,529.45
બંધઃ 17,576.85
હાઈઃ 17,622.40
લોઃ 17,244.55