ETV Bharat / business

Stock Market India: યુક્રેન વિવાદ ટાઢો પડતા ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયું, સેન્સેક્સ 1,736 પોઈન્ટ ઉછળ્યો - Ukraine Crisis

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજાર (Stock Market India) મોટા ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,736.21 પોઈન્ટ (3.08 ટકા)ના ઉછાળા સાથે 58,142.05ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 90.45 પોઈન્ટ (0.54 ટકા)ના વધારા સાથે 16,933.25ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: યુક્રેન વિવાદ ટાઢો પડતા ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયું, સેન્સેક્સ 1,736 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Feb 15, 2022, 4:04 PM IST

અમદાવાદઃ યુક્રેન વિવાદ (Ukraine Crisis) પર રશિયાના નરમ વલણના કારણે ભારતીય શેર બજારમાં (Stock Market India) પણ રોનક જોવા મળી છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજાર (Stock Market India) મોટા ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,736.21 પોઈન્ટ (3.08 ટકા)ના ઉછાળા સાથે 58,142.05ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of Natioal Stock Exchange) 90.45 પોઈન્ટ (0.54 ટકા)ના વધારા સાથે 16,933.25ના સ્તર પર બંધ થયો છે. 2 દિવસના ઘટાડા પછી આજે ભારતીય શેર બજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું હતું.

આ પણ વાંચો- Financial Planning for New Couples: લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યાના તુરંત બાદ પ્રથમ આ વસ્તુ કરો...

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, ટાટા મોટર્સ (Tata Motors) 6.90 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 5.96 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 5.60 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 5.25 ટકા, હિરો મોટોકોર્પ (Hero Motocorp) 4.91 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, સિપ્લા (Cipla) -3.46 ટકા, ઓએનજીસી (ONGC) -1.23 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર

SEBI LICના IPOને ત્રણ સપ્તાહમાં મંજૂરી આપે તેવી શક્યતા

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટેમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સચિવ તુહીન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)થી ત્રણ સપ્તાહની અંદર LICના IPOને મંજૂરી મળવાની શક્યતા છે. લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)એ સેબીમાં ડ્રાફ્ટ પેપર જમા કરીને IPOની દિશામાં એક પગલું ભર્યું હતું. આ IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોવાનું અનુમાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.