અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ફરી એક વાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 634.20 પોઈન્ટ (1.06 ટકા) તૂટીને 59,464.62ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 181.40 પોઈન્ટ (1.01 ટકા)ના ઘટાડા સાથે 17,757.00ના સ્તર પર બંધ થયો છે. આ સાથે સેન્સેક્સ ફરી એક વાર 60,000 અને નિફ્ટી 18,000ની નીચે પહોંચ્યો છે, જેના કારણે રોકાણકારો નિરાશ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો-Invest in Silver ETFs: સોના પછી હવે તમે સિલ્વર ETFમાં પણ કરી શકો છો રોકાણ
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ
આજે સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) 4.89 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 1.66 ટકા, ગ્રેસિમ (Grasim) 1.36 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 1.16 ટકા, બ્રિટેનિયા (Britannia) 0.83 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -4.53 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -3.73 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -3.39 ટકા, ઈન્ફોસિસ (Infosys) -2.32 ટકા, ટીસીએસ (TCS) -2.25 ટકા ગગડ્યા છે.
અદાણી વિલ્મરનો IPO 27 જાન્યુઆરીએ ખૂલે તેવી શક્યતા
ફોર્ચ્યુન બ્રાન્ડે એડિબલ ઓઈલ બનાવનારી FMCG કંપની અદાણી વિલ્મરનો આઈપીઓ (Adani Wilmar IPO) આ મહિનાની 27 તારીખે આવી શકે છે. આ IPO 31 જાન્યુઆરીએ બંધ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અદાણી વિલ્મર ગૌતમ અદાણીના અદાણી ગૃપ અને સિંગાપોરના વિલ્મર ગૃપનું જોઈન્ટ વેન્ચર છે.
સેન્સેક્સઃ -634.20
ખૂલ્યોઃ 60,045.48
બંધઃ 59,464.62
હાઈઃ 60,045.48
લોઃ 59,068.31
NSE નિફ્ટીઃ -181.40
ખૂલ્યોઃ 17,921.00
બંધઃ 17,757.00
હાઈઃ 17,943.70
લોઃ 17,648.45