ETV Bharat / business

Stock Market India: સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 59,000ની નજીક પહોંચ્યો - RBI Monetary Policy

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 460.06 પોઈન્ટ (0.79 ટકા)ના ઉછાળા સાથે 58,926.03ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 142.05 પોઈન્ટ (0.81 ટકા)ની મજબૂતી સાથે 17,605.85ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 59,000ની નજીક પહોંચ્યો

author img

By

Published : Feb 10, 2022, 3:55 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર ઉછાળા (Stock Market India) સાથે બંધ થયું છે. આ સાથે જ સતત ત્રીજા દિવસે ભારતીય શેર બજારમાં (Stock Market India) મજબૂતીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 460.06 પોઈન્ટ (0.79 ટકા)ના ઉછાળા સાથે 58,926.03ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 59,000ની નજીક પહોંચી ગયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 142.05 પોઈન્ટ (0.81 ટકા)ની મજબૂતી સાથે 17,605.85ના સ્તર પર બંધ થયો છે. સાથે જ નિફ્ટી પણ 18,000ની નજીક કૂચ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ RBI MPC Meeting 2022: RBIએ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ સતત 10મી વખત 4 ટકા પર યથાવત્

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, ઓએનજીસી (ONGC) 3.14 ટકા, ટાટા સ્ટીલ (Tata Steel) 2.13 ટકા, ઈન્ફોસિસ (Infosys) 1.86 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 1.84 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યો (SBI Life Insura) 1.83 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -1.61 ટકા, બીપીસીએલ (BPCL) -1.58 ટકા, આઈઓસી (IOC) -0.91 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -0.86 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -0.39 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચોઃ Improve Credit Score: જો તમારે ક્રેડિટ સ્કોર સુધારવો છે?, તો આટલું કરો...

RBIના ગવર્નરે પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી અંગે રોકાણકારોને કર્યા સાવચેત

ભારતીય રિઝર્વ બેન્કે ફરી એક વાર રોકાણકારોને ભારતમાં પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીથી (RBI Governor on Cryptocurrency) ઊભા થતા ખતરા અંગે સાવચેત કર્યા છે. મોનિટરી પોલિસીની (RBI Monetary Policy) જાહેરાત પછી એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી દેશની અર્થવ્યવસ્થા અને નાણાકીય સ્થિરતાનું જોખમ છે. RBIના ગવર્નરે કહ્યું હતું કે, રોકાણકાર જોખમ ઉઠાવીને આ એસેટ્સમાં નાણા રોકાણ કરી રહ્યા છે. તેને આના જોખમને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી એ આપણી વ્યાપક આર્થિક અને નાણાકીય સ્થિરતા માટે જોખમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.