ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે શેર બજારમાં ધબડકો, સેન્સેક્સ 773 નિફ્ટી 231 પોઈન્ટ તૂટ્યો - વેલ્થસ્ટ્રિટ કો ફાઉન્ડર અજય સરાઓગી

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 773.11 પોઈન્ટ (1.31 ટકા)ના ઘટાડા સાથે 58,152.92ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 231.10 પોઈન્ટ (1.31 ટકા) તૂટીને 17,374.75ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: છેલ્લા દિવસે શેર બજારમાં ધબડકો, સેન્સેક્સ 773 નિફ્ટી 231 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Feb 11, 2022, 5:06 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારમાં (Stock Market India) ધબડકો જોવા મળ્યો હતો. કારણ કે, આખા સપ્તાહ દરમિયાન ભારતીય શેર બજારમાં (Stock Market India) તેજી જોવા મળી હતી, જે છેલ્લા દિવસે ન દેખાઈ. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of National Stock Exchange) 773.11 પોઈન્ટ (1.31 ટકા)ના ઘટાડા સાથે 58,152.92ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 231.10 પોઈન્ટ (1.31 ટકા) તૂટીને 17,374.75ના સ્તર પર બંધ થયો છે.

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, આઈઓસી (IOC) 1.79 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 0.48 ટકા, એનટીપીસી (NTPC) 0.18 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 0.28 ટકા, આઈટીસી (ITC) 0.17 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, ગ્રેસિમ (Grasim) -3.39 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -3.05 ટકા, ઈન્ફોસિસ (Infosys) -2.82 ટકા, યુપીએલ (UPL) -2.45 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -2.39 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Mutual fund redemption: જાણો, મ્યુચ્યૂઅલ ફંડ રિડેમ્પશન અંગે

નિષ્ણાતોના મતે

વેલ્થસ્ટ્રિટના કો ફાઉન્ડર અજય સરાઓગીએ (Wealthstreet co-founder Ajay Saraogi) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લગભગ 6 ક્વાર્ટર્સ બાદ બીજી અને ત્રીજા હરોળના જૂજ કાઉન્ટર્સ સિવાયના કાઉન્ટર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે, જે રિટેલ ઈન્વેસ્ટર્સ માટે સાવચેતીનો સંકેત છે. આગામી એક વર્ષ માટે નાણાને મોટા ભાગે લાર્જ કેપ્સમાં જ પાર્ક રાખવા જોઈએ એવું મને લાગી રહ્યું છે. કેમ કે, માર્કેટ એકથી વધુ પડકારોનો સામનો કરી રહ્યું છે. આની પાછળ મોટી વોલેટિલિટીની પૂરી સંભાવના રહેલી છે.

આ પણ વાંચો- RBI MPC Meeting 2022: RBIએ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ સતત 10મી વખત 4 ટકા પર યથાવત્

'સ્ટિલ સ્ટોર લાંબો સમય જળવાઈ શકે છે'

વેલ્થસ્ટ્રિટના કો ફાઉન્ડર અજય સરાઓગીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં લાર્જ-કેપ્સમાં મૂડી સૌથી વધુ સુરક્ષિત જળવાશે. સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો મેટલ શેર્સ ફરી લાઈમલાઈટમાં આવ્યું છે. સ્ટિલ અને એલ્યૂમિનિયમ કંપનીઓના શેર્સમાં લેવાલી જણાઈ રહી છે. જોકે, તેમાં કાઉન્ટર સ્પેસિફિક અભિગમ જાળવવો પડશે. કેટલાક નાના સ્ટિલ પ્લેયર્સે ઘણા સારા પરિણામ દર્શાવ્યાં છે. સ્ટિલ સ્ટોરી આ વખતે લાંબો સમય જળવાઈ શકે છે. આમ, ઘટાડે સ્ટિલ કાઉન્ટર્સમાં લઈને વેપાર કરવો જોઈએ. એલ્યૂમિનિયમ કાઉન્ટર્સ હાલમાં તેમની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ધાતુના ભાવ મલ્ટિયર હાઈ પર છે અને તેમાં વધુ સુધારો સંભવ છે. કેમકે માગ ઊંચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.