ETV Bharat / business

Stock Market India: ઓલરાઉન્ડ વેચવાલીથી શેરબજારમાં કડાકો - Stock Market India Update

યુક્રેન પર રશિયાના હુમલાની અસર (Russia Ukraine War) ભારતીય શેર બજાર પર પડી છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારમાં (Stock Market India) મોટો કડાકો જોવા મળ્યો છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,426.28 પોઈન્ટ (2.49 ટકા)ના ઘટાડા સાથે 55,805.78ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 407.80 પોઈન્ટ (2.39 ટકા) તૂટીને 16,655.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Stock Market India: સેન્સેક્સ 1,426 પોઈન્ટ તૂટ્યો, રશિયા યુક્રેન ઘર્ષણ ભારતને કઈ રીતે નુકસાન પહોંચાડશે, જુઓ

author img

By

Published : Feb 24, 2022, 9:40 AM IST

Updated : Feb 24, 2022, 11:41 AM IST

અમદાવાદઃ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી (Russia Ukraine War) શરૂ થઈ ગઈ છે. ત્યારે આ યુદ્ધની અસર ભારતીય શેર બજાર (Stock Market India) પર થઈ છે. તેના કારણે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારમાં (Stock Market India) મોટો કડાકો જોવા મળ્યો છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,426.28 પોઈન્ટ (2.49 ટકા)ના ઘટાડા સાથે 55,805.78ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 407.80 પોઈન્ટ (2.39 ટકા) તૂટીને 16,655.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- જૂની પેન્શન યોજનાથી કેટલી અલગ છે નવી યોજના, જાણો સંપૂર્ણ માહિતી

રશિયા યુક્રેનના ઘર્ષણથી આટલી અસર થશે

રશિયા યુક્રેન ઘર્ષણના કારણે વૈશ્વિક ક્રુડ ઓઈલમાં વધારો ભારત માટે એક પડકાર છે. અત્યારે ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ 100 ડોલરની નજીક પહોંચ્યું છે, જે સપ્ટેમ્બર 2014થી સૌથી વધુ છે. બીજી તરફ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ બંને દેશના ઘર્ષણના કારણે ભારતમાં કાચા તેલની કિંમત ક્યાં જશે તે કહેવું મુશ્કેલ છે. FSDCની બેઠકમાં પણ અમે નાણાકીય સ્થિરતાને જોખમમાં મૂકતા પડકારોની નોંધ લીધી હતી. તો હવે પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ વધારો થાય તો નવાઈ નહીં.

વૈશ્વિક બજારની સ્થિતિ

આ તમામની વચ્ચે એશિયન બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. તો એસજીએક્સ નિફ્ટી 338 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 1.09 ટકાના ઘટાડા સાથે 26,161.46ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 2.03 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 1.05 ટકા તૂટીને 17,886.01ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. સાથે જ હેંગસેંગ 1.89 ટકાના ઘટાડા સાથે 23,214.01ના સ્તર પર જોવા મળી રહ્યું છે. સાથે જ કોસ્પીમાં 2.27 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.28 ટકાના ઘટાડા સાથે 3,479.36ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Crypto Investment: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા, આંધળા રોકાણના જોખમો જાણો

આ સ્ટોકમાં રોકાણ કરી કમાઈ શકશો નફો

સનોફી ઈન્ડિયા (Sanofi India), ફેડરલ મોગુલ ગોટઝી (Federal Mogul Goetze), ફોર્બ્સ એન્ડ કંપની (Forbes and Company), સારેગામા ઈન્ડિયા (Saregama India), ઓએનજીસી (ONGC), ઓઈલ (OIL) જેવા શેરમાં રોકાણ કરવાથી સારો નફો થશે.

Last Updated : Feb 24, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.