ETV Bharat / business

Stock Market India: ફરી એક વાર શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 660 પોઈન્ટ ગગડ્યો - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 660.51 પોઈન્ટ (1.17 ટકા)ના ઘટાડા સાથે 55,586.77ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 155.20 પોઈન્ટ (0.92 ટકા) તૂટીને 16,628.65ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Stock Market India: ફરી એક વાર શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 660 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Mar 2, 2022, 10:19 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 660.51 પોઈન્ટ (1.17 ટકા)ના ઘટાડા સાથે 55,586.77ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange)155.20 પોઈન્ટ (0.92 ટકા) તૂટીને 16,628.65ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- રશિયામાં નિકાસ માટે વીમા કવરેજ પાછું ખેંચ્યું નથી: ECGC

આ શેર ચર્ચામાં રહેશે

આજે દિવસભર સૌથી વધુ એચયુએલ (HUL), એનએમડીસી (NMDC), કોલ ઈન્ડિયા (Coal India), લ્યૂપિન (Lupin), દિલીપ બિલકોન (Dilip Builcon), સીડીએસએલ (CDSL), મહિન્દ્રા લોજિસ્ટિક્સ (Mahindra Logistics), યુપીએલ (UPL), વરૂણ બેવરેજિઝ (Varun Beverages), એવરેડી ઈન્ડસ્ટ્રીઝ (Eveready Industries), તાનલા પ્લેટફોર્મ્સ (Tanla Platforms) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- રશિયા-યુક્રેન યુદ્ધની અસર: ભારતમાં આ તેલ લગભગ ખતમ થવાના આરે

વૈશ્વિક બજારની સ્થિતિ

આ તમામની વચ્ચે એશિયન બજારમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી 213.50 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.87 ટકાના ઘટાડા સાથે 26,341.95ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.57 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.42 ટકાના ઘટાડા સાથે 17,823.49ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.92 ટકાના વધારા સાથે 22,551.53ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.03 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.31 ટકાના વધારા સાથે 3,477.93ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.