અમદાવાદઃ રશિયા અને યુક્રેન સંકટની (Russia Ukraine Crisis effect on Stock Market) અસર હજી પણ ભારતીય શેર બજાર (Stock Market India) પર જોવા મળી રહી છે. ત્યારે વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળતા પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 253.67 પોઈન્ટ (0.44 ટકા)ના ઘટાડા સાથે 57,579.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 72.15 પોઈન્ટ ગગડીને 17,204.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- ઋણ યોજનાઓ: જેઓ જોખમ ઓછું રાખવા માંગે છે તેમના માટે આ સ્કીમ યોગ્ય
આજે આ શેર ચર્ચામાં રહેશે
આજે દિવસભર ઈન્ફોસિસ (Infosys), ઈન્ટરગ્લોબ એવિએશન (InterGlob Aviation), પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (Power Finance Corporation), કન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ (Kansai Nerolac Paints), ગોવા કાર્બન (Goa Carbon), ફોનિક્સ મિલ્સ (Phoenix Mills), જોન્સન ફાર્માકેર (Johnson Pharmacare) જેવા શેર ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- ભારતમાં સાત કરોડથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો, દર ત્રણ વર્ષે કાર બદલો
વૈશ્વિક બજારની સ્થિતિ
એશિયન બજારમાં આજે મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 96 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.72 ટકાના ઘટાડા સાથે 26,926.01ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.01 ટકાના સામાન્ય ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.19 ટકાના ઘટાડા સાથે 17,197.71ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.43 ટકા તૂટીને 24,222.96ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.31 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આ સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.36 ટકાના ઘટાડા સાથે 3,478.12ના સ્તર પર જોવા મળી રહ્યો છે.