અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 124.86 પોઈન્ટ (0.20 ટકા)ના ઉછાળા સાથે 61,433.77ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 26.95 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 18,335.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Union Budget Tax on Crypto: ક્રિપ્ટો બિઝનેસ પર ટેક્સ, તેને વિશેષ હેઠળ લાવવાનું વિચારી શકાય છે
આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં
આજે દિવસભર પ્રેસ્ટિજ એસ્ટેટ્સ (Prestige Estates), ટેક મહિન્દ્રા (Tech Mahindra), ચોલામંડલમ્ ઈન્વેસ્ટમેન્ટ (Cholamandalam Investment), સ્ટ્રાઈડ્સ ફાર્મા (Strides Pharma), ટાટા પાવર (Tata Power), મણ્ણપ્પુરમ્ ફાઈનાન્સ (Mannappuram Finance), ઓએનજીસી (ONGC), ઓઈલ (OIL), એચઓઈસી (HOEC) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.
વૈશ્વિક બજારની સ્થિતિ
આજે એશિયન સ્ટોક માર્કેટમાં (Asian Stock Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 20 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.85 ટકાના વધારા સાથે 28,573.18ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.27 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.13 ટકાના ઉછાળા સાથે 18,549.94ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 0.21 ટકાના વધારા સાથે 24,269.72ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.19 ટકાની નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.37 ટકાના વધારા સાથે 3,554.72ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો આ તરફ ડાઉ ફ્યૂચર્સ પણ ઉપર વેપાર કરી રહ્યું છે.