મુંબઇ: ટોચના ઉદ્યોગપતિ રતન તાતાએ મંગળવારના રોજ એક એવોર્ડ સમારોહમાં હાજરી આપતા ચેતવણી આપી છે કે, રોકાણકારોના નાણાંને વેડફી નાખવામાં આવશે તો સ્ટાર્ટઅપ્સને બીજી કે ત્રીજી તક નહીં મળે.
તાતા જેને સ્ટાર્ટ અપ્સમાં પણ રોકાણ કર્યુ છે, તેઓએ કહ્યું કે, કંપનીઓના યુવા સ્થાપકો ભારતીય ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝના ભાવી છે. તાતાની કોમેન્ટ એવા સમયે આવી કે જ્યારે સ્ટાર્ટઅપ્સને 'કેશ બર્ન' કહેવાતા દોષી ઠેરવવામાં આવ્યાં છે.
કોર્પોરેટ વિશ્વમાં મૂલ્યોની તરફદારી કરનાર ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ મંગળવારે ઉદ્યોગપતિ રતન તાતાને ટાઈકોન મુંબઈ 2020 લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો હતો. આ તકે તાતાએ જણાવ્યું કે, અમારી પાસે સ્ટાર્ટ અપ્સ હશે, જે સૌ કોઇનું ધ્યાન કેન્દ્રીત કરશે. નાણાં એકત્રિત કરશે અને ગાયબ થઇ જશે. આવા સ્ટાર્ટ અપ્સને બીજી કે ત્રીજી તક નહીં સાંપડે.