નવી દિલ્હી: કોરોના વાઇરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે, સ્પાઈસ જેટ એપ્રિલમાં તેના કર્મચારીઓમાંથી માત્ર 92 ટકા કર્મચારીઓને આંશિક પગાર જ ચૂકવવામાં સક્ષમ હશે. બજેટ એરલાઇને ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપની એક મહિનાથી વધુ સમયથી ફ્લાઇટ્સ ચલાવી શકી નથી. આ સ્થિતિમાં, તેની આવકનો પ્રાથમિક સ્ત્રોત હવે કોઇ રહ્યો છે.
એરલાઇને જણાવ્યું હતું કે, તે કર્મચારીઓને એપ્રિલ મહિના માટે માત્ર આંશિક પગાર ચૂકવશે. જો કે, કોઈપણ કર્મચારીને નોકરી માંથી કાઢશે નહીં.
સ્પાઈસ જેટએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "કંપનીએ કર્મચારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એક યોગ્ય પગલા લેવામાં આવ્યા છે. આ અંતર્ગત કર્મચારીઓને તેમના કામના સમય અનુસાર પગાર આપવામાં આવશે. માટે ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી છે."