- વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની મજબૂત શરૂઆત
- સેન્સેક્સ 201.32 અને નિફ્ટી 43.20 પોઈન્ટ ઉછળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 201.32 પોઈન્ટ (0.34 ટકા)ના વધારા સાથે 60,268.94ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 43.20 પોઈન્ટ (0.24 ટકા)ની મજબૂતી સાથે 17,960.00ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- કેન્દ્ર સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છેઃ ખાદ્ય મંત્રાલય
આજે ચર્ચામાં રહેનારા શેર્સ
આજે દિવસભર ગેઈલ (Gail), સન ટીવી નેટવર્ક (Sun TV Network), ડિવાઈસ લેબોરેટરીઝ (Divis Laboratories), ધનલક્ષ્મી બેન્ક (Dhanlaxmi Bank), ગ્રેસિમ ઈન્ડસ્ટ્રીઝ (Grasim Industries), એનએમડીસી (NMDC), એસજેવીએન (SJVN), આંધ્ર પેટ્રોકેમિકલ્સ (Andhra Petrochemicals), સુવેન ફાર્માસ્યુટિકલ્સ (Suven Pharmaceuticals) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- દિવાળી પર આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો થયો વેપાર, 10 વર્ષમાં સૌથી વધુઃ CAIT
એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર
વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 55 પોઈન્ટની ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.11 ટકાના ઘટાડા સાથે 29,578.16ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.62 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 0.26 ટકાના વધારા સાથે 17,341.28ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.51 ટકાની નબળાઈ સાથે 24,754.67ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.90 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.13 ટકાના વધારા સાથે 3,496.07ના સ્તર પર જોવા મળી રહ્યું છે.