ETV Bharat / business

આ વખતે આખું સપ્તાહ Share Market નબળું રહ્યું, આજે પણ ઘટાડા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 360 પોઈન્ટ તૂટ્યો - Top Gainers Shares

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 360.78 (0.61 ટકા)ના ઘટાડા સાથે 58,765.58ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 86.10 પોઈન્ટ (0.49 ટકા)ના ઘટાડા સાથે 17,532.05ના સ્તર પર બંધ થયો છે.

આ વખતે આખું સપ્તાહ Share Market નબળું રહ્યું, આજે પણ ઘટાડા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 360 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Oct 1, 2021, 5:10 PM IST

  • સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર બજાર (Share Market) નબળાઈ સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 360.78 તો નિફ્ટી (Nifty) 86.10 પોઈન્ટ તૂટીને બંધ થયો
  • નિફ્ટી બેન્ક (Nifty Bank) 199 પોઈન્ટના ઘટાડા સાથે 37,226 પર બંધ થયો છે

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 360.78 (0.61 ટકા)ના ઘટાડા સાથે 58,765.58ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 86.10 પોઈન્ટ (0.49 ટકા)ના ઘટાડા સાથે 17,532.05ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી બેન્ક (Nifty Bank) 199 પોઈન્ટના ઘટાડા સાથે 37,226 પર બંધ થયો છે. તો મિડકેપ 13 પોઈન્ટ ઉછળીને 31,397 પર બંધ થયો છે.

આ પણ વાંચો- Adani Groupએ કોલંબો પોર્ટ પર ટર્મિનલ વિકસાવવા માટે સોદો પાકો કર્યો

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની (Top Gainers) વાત કરીએ તો, એમ એન્ડ એમ (M&M) 3.09 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 1.94 ટકા, આઈઓસી (IOC) 1.68 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 1.54 ટકા, ઓએનજીસી (ONGC) 1.21 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સની (Top Losers) વાત કરીએ તો, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -3.42 ટકા, મારુતિ સુઝુકી (Maruti Suzuki) -2.40 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -2.06 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -1.90 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -1.80 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Gas Cylinder Price : મોંધવારી નો વધુ એક મારો, વ્યાપારી સિલિન્ડરની કિંમતોમાં 43.50 રૂપિયાનો વધારો કરાયો

શેર બજાર અંગે નિષ્ણાત શું કહે છે? જાણો

શેર બજાર અંગે વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર કુનાલ મેહતાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય શેર બજાર (Share Market) માટે સપ્ટેમ્બર સિરીઝ બમ્પર બની રહી હતી. બેન્ચમાર્ક નિફ્ટીએ લગભગ 6 ટકા રિટર્ન આપવા સાથે તેની વિક્રમી ટોચ દર્શાવી હતી. સેન્સેક્સે (Sensex) 60,000ની ઐતિહાસિક સપાટી પાર કરી હતી. જોકે, સિરીઝના અંતિમ ત્રણ ટ્રેડિંગ સત્રોમાં બજાર ઘસાયું હતું. જે સૂચવે છે કે, તેજીવાળાઓ થાક્યા છે અને વિરામના મૂડમાં છે.

વૈશ્વિક બજારો (Global Market) પણ નરમાઈ તરફી ટ્રેન્ડ દર્શાવી રહ્યા છે. જોકે, ભારતીય બજાર તેમની સરખામણીમાં અત્યાર સુધી આઉટપર્ફોર્મર બની રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, સ્થાનિક બજારનું આઉટપર્ફોર્મન્સ આગળ પણ જળવાય છે કે કેમ. ઓક્ટોબર સિરીઝની મધ્યમાં બીજા ક્વાર્ટરના પરિણામોની સિઝન શરૂ થશે, જેને બજાર ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. જો કોઈ અપસેટ સર્જાશે તો બજાર પર તેની પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત ઓક્ટોબર મહિનો મંદીના મહિના તરીકે જાણીતો છે. ઓક્ટોબર 2008માં નિફ્ટી એક મહિનામાં 28 ટકા જેટલો ગગડ્યો હતો.

આમ, ટ્રેડર્સે સાવચેતી રાખવી જરૂરી છે. અલબત્ત, બજારમાં હજી ટ્રેન્ડ રિવર્સલના કોઈ સંકેતો મળ્યાં નથી. આઈટી શેર્સમાં (IT Shares) 10-15 ટકા ઘટાડે ખરીદી કરવા માટે વિચારી શકાય. હાલમાં તેઓ થોડા મોંઘા જણાય રહ્યા છે. બેન્કિંગમાં પીએસયુ બેન્ક્સમાં ઘટાડે ખરીદી કરી શકાય. તો પ્રાઈવેટ બેંકમાં સિલેક્ટિવ બાઈંગ થઈ શકે. ઓટો ક્ષેત્રે પણ મારુતિ જેવા કાઉન્ટર્સ અન્ડરપર્ફોર્મર રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.