ETV Bharat / business

Share Market Live: સપ્તાહના ચોથા દિવસે પણ નબળી શરૂઆત, સેન્સેક્સ 21 અને નિફ્ટી 35 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 21.46 પોઈન્ટ (0.04 ટકા)ના ઘટાડા સાથે 58,319.53ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 35.20 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 17,379.85ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Share Market Live: સપ્તાહના ચોથા દિવસે પણ નબળી શરૂઆત, સેન્સેક્સ 21 અને નિફ્ટી 35 પોઈન્ટ ગગડ્યો
Share Market Live: સપ્તાહના ચોથા દિવસે પણ નબળી શરૂઆત, સેન્સેક્સ 21 અને નિફ્ટી 35 પોઈન્ટ ગગડ્યો
author img

By

Published : Nov 25, 2021, 10:26 AM IST

  • સપ્તાહના ચોથા દિવસે આજે શેર બજારની નબળી શરૂઆત
  • સેન્સેક્સ 21.46 અને નિફ્ટી 35.20 પોઈન્ટ ગગડ્યો
  • છેલ્લા 2 અઠવાડિયાથી શેર માર્કેટમાં ઘટાડો જ જોવા મળી રહ્યો છે

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો (Bombay Stock Exchange) સેન્સેક્સ (Sensex) 21.46 પોઈન્ટ (0.04 ટકા)ના ઘટાડા સાથે 58,319.53ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો (National Stock Exchange) નિફ્ટી (Nifty) 35.20 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 17,379.85ના સ્તર પર જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 અઠવાડિયાથી શેર માર્કેટમાં ઘટાડો જ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Airtel પછી હવે Vodafone-Ideaની મોબાઈલ સેવાઓની કિંમતમાં 25 ટકાનો વધારો થતા ગ્રાહકોને ઝટકો

એશિયન માર્કેટમાં આજે પણ મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયન માર્કેટમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટીમાં (SGX Nifty) 20 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.68 ટકાના વધારા સાથે 29,500.57ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.22 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.16 ટકાના ઉછાળા સાથે 17,671.15ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.19 ટકાના ઘટાડા સાથે 24,637.94ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.32 ટકાની નબળાઈ સાથે 3,581.32ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- Cryptocurrency Regulation Bill : સંસદના શિયાળુ સત્રમાં નિયમન અંગે બિલ લાવશે સરકાર

આ શેર્સ 21 ટકા સુધીનું અપાવી શકે છે રિટર્ન

શેર બજારમાં (Share Market) છેલ્લા 2 અઠવાડિયાથી નબળાઈ જોવા મળી રહી છે. ત્યારે ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝ (Zee Entertainment Enterprises), અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) અને રેમન્ડ (Raymond) શેર્સ 2થી 3 સપ્તાહમાં 21 ટકા રિટર્ન અપાવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.