અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) સતત ત્રીજી વખત ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,039.80 પોઈન્ટ (1.86 ટકા)ના વધારા સાથે 56,816.65ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 312.30 પોઈન્ટ (1.87 ટકા)ની મજબૂતી સાથે 16,975.30ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- Old Pension Scheme : જૂની પેન્શન યોજના પર પાછા ફરવાનો પ્રસ્તાવ નથી : કેન્દ્ર
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર - આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, અલ્ટ્રાટેક સિમેન્ટ (Ultra TechCement) 4.73 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 3.68 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 3.57 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 3.49 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) 3.35 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ તો, સિપ્લા (Cipla) -1.15 ટકા, સન ફાર્મા (Sun Pharma) -0.27 ટકા, પાવરગ્રીડ કોર્પ (Power Grid Corp) -0.14 ટકા, ટાટા કન્સ. પ્રોડ (Tata Cons. Prod) -0.10 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીની ઓફર પર અમેરિકાએ કહ્યું- ઈતિહાસ ભારતને ખોટી બાજુએ મૂકી દેશે
શેરબજારમાં આજની સ્થિતિ: બેન્ચમાર્ક ઈન્ડેક્સ આજે લીલા નિશાન પર બંધ થયું છે. આજના વેપારમાં તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ થયા છે. આઈટી (IT), ઓઈલ એન્ડ ગેસ (Oil & Gas), મેટલ (Metal) અને રિયલ્ટી (Realty) 2થી 3 ટકા ઉછળ્યો છે. જ્યારે ઓટો (Auto), બેન્ક (Bank), કેપિટલ ગુડ્સ (Capital Goods), એફએમસીજી (FMCG) અને પાવર ઈન્ડેક્સ 1 ટકાના ઉછાળા સાથે બંધ થયો છે.