ETV Bharat / business

Share Market India: સતત ત્રીજા દિવસે મજબૂતી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 55,000ને પાર

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 817.06 પોઈન્ટ (1.50 ટકા)ના વધારા સાથે 55,464.39ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 249.55 પોઈન્ટ (1.53 ટકા)ની તેજી સાથે 16,594.90ના સ્તર પર બંધ થયો છે.

Share Market India: સતત ત્રીજા દિવસે મજબૂતી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 55,000ને પાર
Share Market India: સતત ત્રીજા દિવસે મજબૂતી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 55,000ને પાર
author img

By

Published : Mar 10, 2022, 4:24 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 817.06 પોઈન્ટ (1.50 ટકા)ના વધારા સાથે 55,464.39ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 249.55 પોઈન્ટ (1.53 ટકા)ની તેજી સાથે 16,594.90ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- ભાવિક-અશ્રિર ભાગીદારી કેસમાં હસ્તાક્ષરથી દૂર રહેશે ભારતપે બોર્ડ

આજની શેરબજારની સ્થિતિ

વીકલી એક્સ્પાયરીના દિવસે બજાર વધારા સાથે બંધ થયું છે. મેટલ, FMCG, રિયલ્ટી શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે આજના બેન્કિંગ, ઓટો શેર્સમાં ખરીદી રહી હતી. તો નાના અને મધ્યમ શેર્સમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો હતો. BSEનો મિડકેપ ઈન્ડેક્સ 1.06 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.18 ટકાના વધારા સાથે બંધ થયો છે.

આ પણ વાંચો- Health Insurance for Senior Citizens: સૌથી સારી વીમા પોલિસી કેવી રીતે પસંદ કરવી, જાણો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

આજે સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, એચયુએલ (HUL) 5.21 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 4.25 ટકા, ગ્રેસિમ (Grasim) 4.12 ટકા, એસબીઆઈ (SBI) 3.76 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 3.76 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ તો, કોલ ઇન્ડિયા (Coal India) -4.13 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -1.29 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) - 0.97 ટકા, ઓએનજીસી (ONGC) -0.60 ટકા, ટીસીએસ (TCS) -0.32 ટકા ગગડ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.