અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 803.28 પોઈન્ટ (1.44 ટકા)ના વધારા સાથે 56,580.13ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 223.35 પોઈન્ટ (1.34 ટકા)ની મજબૂતી સાથે 16,886.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Old Pension Scheme : જૂની પેન્શન યોજના પર પાછા ફરવાનો પ્રસ્તાવ નથી : કેન્દ્ર
આ શેર રહેશે ચર્ચામાં - આજે દિવસભર ઝોમેટો (Zomato), શ્યામ મેટાલિક્સ (Shyam Metalics), કોચીન શિપયાર્ડ (Cochin Shipyard), બજાજ ઇલેક્ટ્રિકલ્સ (Bajaj Electricals), એવરેડી ઈન્ડસ્ટ્રીઝ (Eveready Industries), પીએનબી (PNB), પેટીએમ (Paytm), પીબી ફિનટેક (PB Fintech), હેટસન એગ્રો (Hatsun Agro), આઈટીસી (ITC), યુરેકા ફોર્બ્સ (Eureka Forbes) જેવા શેર ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો - મની લોન્ડરિંગમાં ક્રિપ્ટોકરન્સીના 7 કેસની ED દ્વારા તપાસમાં,135 કરોડ જપ્ત
વૈશ્વિક બજારની સ્થિતિ - આ તમામની વચ્ચે એશિયન બજારમાં વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 263.50 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 1.73 ટકાના વધારા સાથે 25,784.71ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.46 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તાઈવાનનું બજાર 0.22 ટકાના ઉછાળા સાથે 16,963.17ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 2.45 ટકાના વધારા સાથે 18,865.49ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.75 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.69 ટકાના ઘટાડા સાથે 3,042.84ના સ્તર પર જોવા મળી રહ્યું છે.