ETV Bharat / business

પહેલા જ દિવસે નબળાઈ સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 524 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહનો પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર માર્કેટ નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 524.96 પોઈન્ટ (0.80 ટકા) તૂટીને 58,490.93ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 188.25 પોઈન્ટ (1.07 ટકા) તૂટીને 17,396.90ના સ્તર પર બંધ થયો છે.

પહેલા જ દિવસે નબળાઈ સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 524 પોઈન્ટ તૂટ્યો
પહેલા જ દિવસે નબળાઈ સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 524 પોઈન્ટ તૂટ્યો
author img

By

Published : Sep 20, 2021, 5:02 PM IST

  • સપ્તાહનો પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર માર્કેટ નબળાઈ સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 524.96 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 188.25 પોઈન્ટ તૂટીને બંધ થયો
  • નિફ્ટી બેન્ક (Nifty Bank) પણ 666 પોઈન્ટના ઘટાડા સાથે 37,146ના સ્તર પર બંધ થયું છે.

અમદાવાદઃ સપ્તાહનો પ્રથમ દિવસ શેર બજાર (Share Market) માટે નબળો સાબિત થયો છે. કારણ કે, નબળી શરૂઆતની સાથે શરૂ થયેલું શેર માર્કેટ (Share Market) બંધ પણ ઘટાડા સાથે થયું છે. આજે (સોમવારે) બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 524.96 પોઈન્ટ (0.80 ટકા) તૂટીને 58,490.93ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 188.25 પોઈન્ટ (1.07 ટકા) તૂટીને 17,396.90ના સ્તર પર બંધ થયો છે. વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળ્યા હોવાથી આજે આખો દિવસ ભારતીય શેર બજારમાં પણ નબળાઈ જોવા મળી હતી, જેના કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું છે. તો આજે નિફ્ટી બેન્ક પણ 666 પોઈન્ટના ઘટાડા સાથે 37,146ના સ્તર પર બંધ થયું છે.

આ પણ વાંચો- Goldની કિંમત ઘટતા ખરીદી કરનારા માટે સોનેરી તક, સોનાની કિંમત 50,000 રૂપિયાની નીચે

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, એચયુએલ (HUL) 2.88 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 1.06 ટકા, આઈટીસી (ITC) 0.78 ટકા, નેસલે (Nestle) 0.72 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 0.56 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, ટાટા સ્ટીલ (TATA Steel) -10 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ (JSW Steel) -7.69 ટકા, હિન્દલ્કો (Hindalco) -6.14 ટકા, યુપીએલ (UPL) -5.31 ટકા, બીપીસીએલ (BPCL) -3.84 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- આજે સતત 15મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

આ વર્ષના અંતે CBDC લોન્ચ થવાની શક્યતા

ક્રિપ્ટો કરન્સીના કારણે મચેલી ધમાલ વચ્ચે વિશ્વના તમામ દેશ આ સમયે સેન્ટ્ર્લ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC)ને લઈને ઘણો રસ દાખવી રહ્યા છે. RBI સહિત અનેક દેશની સેન્ટ્રલ બેન્ક આ દિવસોમાં ડિજિટલ કરન્સી એટલે કે CBDCને લોન્ચ કરવાની સંભાવનાઓ પર ગંભીરતાથી વિચારવિમર્શ કરી રહી છે. તેને જોતા અનેક નિષ્ણાતે તો CBDCને ભવિષ્યના પૈસા બતાવ્યા છે અને કહ્યું છે કે, આગામી સમયમાં નોટ અને સિક્કાની જગ્યાએ ડિજિટલ કરન્સીથી જ તમામ લેવડદેવડ અને વેપાર થશે. CBDCને કોઈ દેશની સેન્ટ્રલ બેન્ક જાહેર કરે છે. આ કરન્સી ડિજિટલ રૂપમાં હોય છે. એટલે કે, આને બીજી મુદ્દાઓની જેમ અડી શકાતી નથી. આને એક ડિજિટલ લેઝરના માધ્યમથી મેઈન્ટેન કરવામાં આવે છે, જેને બ્લોકચેન કહે છે. ભારતમાં RBI તબક્કાવાર રીતે CBDCને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તે આ વર્ષના અંત સુધી આવે તેવી શક્યતા છે.

સેન્સેક્સઃ -524.96

ખૂલ્યોઃ 58,634.69

બંધઃ 58,490.93

હાઈઃ 59,202.56

લોઃ 58,389.69

NSE નિફ્ટીઃ -188.25

ખૂલ્યોઃ 17,443.85

બંધઃ 17,396.90

હાઈઃ 17,622.75

લોઃ 17,361.80

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.