ETV Bharat / business

આજે ફરી એક વાર રેકોર્ડ તેજી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 417 પોઈન્ટ ઉછળ્યો

આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે શેર બજાર (Share Market) જોરદાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 417.96 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 59,141.16ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 110.05 પોઈન્ટ (0.63 ટકા)ની મજબૂતી સાથે 17,629.50ના સ્તર પર બંધ થયો છે.

આજે ફરી એક વાર રેકોર્ડ તેજી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 417 પોઈન્ટ ઉછળ્યો
આજે ફરી એક વાર રેકોર્ડ તેજી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 417 પોઈન્ટ ઉછળ્યો
author img

By

Published : Sep 16, 2021, 5:32 PM IST

  • સપ્તાહના અંતના દિવસોમાં શેર બજારમાં (Share Market) રેકોર્ડ તેજી જોવા મળી રહી
  • આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે શેર બજાર (Share Market) જોરદાર ઉછાળા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 417.96 તો નિફ્ટી (Nifty) 110.05 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયું

અમદાવાદઃ સપ્તાહના અંતના દિવસોમાં શેર બજારમાં (Share Market) રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. ત્યારે આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે શેર બજાર (Share Market) જોરદાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 417.96 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 59,141.16ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 110.05 પોઈન્ટ (0.63 ટકા)ની મજબૂતી સાથે 17,629.50ના સ્તર પર બંધ થયો છે. એક તરફ સેન્સેક્સ-નિફ્ટીએ આજે રેકોર્ડ ક્લોઝિંગ કરી છે. જ્યારે બેન્ક નિફ્ટીએ નવો જ રેકોર્ડ બનાવ્યો છે. આજે દિવસભરના વેપારમાં બેન્ક નિફ્ટીના તમામે તમામ 12 શેર્સમાં ખરીદી જોવા મળી હતી. તો આ તરફ નાના શેર્સમાં પણ સારી ચમક જોવા મળી હતી. તો મિડકેપે પણ 30,345.5નો નવો રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો- આજે સતત 11મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, ઈન્ડઈન્ડ બેન્ક (IndusInd Bank) 7.31 ટકા, આઈટીસી (ITC) 6.83 ટકા, એસબીઆઈ (SBI) 4.47 ટકા, રિલાયન્સ (Reliance) 2.10 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 1.88 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, બીપીસીએલ (BPCL) -10.39 ટકા, ગ્રેસિમ (Grasim) -1.76 ટકા, ટીસીએસ (TCS) -1.30 ટકા, ટાટા સ્ટીલ (Tata Steel) -1.26 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -1.22 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- GSTમાં પેટ્રોલ-ડીઝલને કરવામાં આવી શકે છે સામેલ, 17 સપ્ટેમ્બરના કાઉન્સિલની બેઠક

APLએ જાહેર કર્યું બોનસ

એપીએલ એપોલો ટ્યૂબ્સ (APL) આજે (ગુરુવારે) 1:1નું એક્સ-બોનસ જાહેર કર્યું છે. ત્યારબાદ દિવસના વેપાર દરમિયાન આના શેર્સના ભાવ 1,049 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. કંપનીએ લગભગ એક મહિના પહેલા 1:1ના ગુણોત્તરમાં પ્રત્યેક શેરહોલ્ડરને બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. એટલે કે, શેર હોલ્ડર્સને પ્રત્યેક શેરના બદલામાં એક ફ્રી શેર મળી રહ્યો છે. ઈન્ટ્રા ડે દરમિયાન APLના શેર 3 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. તો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે બોનસ શેર આપવા માટે શેર હોલ્ડર્સની પાત્રતાને નક્કી કરવા 18 સપ્ટેમ્બરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી હતી. APL સ્ટ્રક્ચરલ સ્ટિલ ટ્યૂબ બનાવવા દેશની અગ્રણી કંપની છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 26 લાખ ટન છે અને જેની દેશભરમાં ઉપસ્થિતિ છે.

સેન્સેક્સઃ +417.96

ખૂલ્યોઃ 58,881.04

બંધઃ 59,141.16

હાઈઃ 59,204.29

લોઃ 58,700.50

NSE નિફ્ટીઃ +110.05

ખૂલ્યોઃ 17,539.20

બંધઃ 17,629.50

હાઈઃ 17,644.60

લોઃ 17,510.45

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.