ETV Bharat / business

આજે પહેલા દિવસે ઉછાળા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 145 પોઈન્ટ ઉછળ્યો પણ 61,000ની નીચે જ રહ્યો - સૌથી વધુ ગગડેલા શેર્સ

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારનું (Indian Share Market) ક્લોઝિંગ મજબૂતી સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 145.43 પોઈન્ટ (0.24 ટકા)ના ઉછાળા સાથે 60,967.05ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) સામાન્ય 10.50 પોઈન્ટ (0.06 ટકા)ના વધારા સાથે 18,125.40ના સ્તર પર બંધ થયો છે.

આજે પહેલા દિવસે ઉછાળા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 145 પોઈન્ટ ઉછળ્યો પણ 61,000ની નીચે જ રહ્યો

author img

By

Published : Oct 25, 2021, 4:13 PM IST

  • સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારનું મજબૂત ક્લોઝિંગ
  • સેન્સેક્સ 145.43 તો નિફ્ટી સામાન્ય 10.50 પોઈન્ટ ઉછળ્યો
  • સેન્સેક્સ ફરી એક વાર 61,000ની સપાટીથી નીચે પહોંચ્યો

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) સુસ્તી સાથે ચાલુ થયેલું ભારતીય શેર બજારનું (Indian Share Market) ક્લોઝિંગ મજબૂતી સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 145.43 પોઈન્ટ (0.24 ટકા)ના ઉછાળા સાથે 60,967.05ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) સામાન્ય 10.50 પોઈન્ટ (0.06 ટકા)ના વધારા સાથે 18,125.40ના સ્તર પર બંધ થયો છે. તો આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 61,000ની સપાટીથી નીચે જતો રહ્યો છે.

આ પણ વાંચો- Adani Groupએ કોલંબો પોર્ટ પર ટર્મિનલ વિકસાવવા માટે સોદો પાકો કર્યો

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 11.52 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 3.47 ટકા, ઓએનજીસી (ONGC) 2.71 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 0.89 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 0.85 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની વાત (Top Losers Shares) કરીએ તો, બીપીસીએલ (BPCL) -3.32 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -3.26 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -2.93 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -2.63 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -2.46 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Mahindra XUV 700 SUV ની ધમાકેદાર એન્ટ્રી

28 ઓક્ટોબરે ખૂલશે નાયકા કંપનીનો IPO

ઓનલાઈન બ્યૂટી પ્રોડક્ટ વેચનારી કંપની નાયકાની પેરેન્ટ કંપની FSN ઈ-કોમર્સ વેન્ચર્સે પોતાના ઈશ્યુની પ્રાઈઝ 1,085-1,125 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ હિસાબે કંપનીની વેલ્યુએશન 7.11 અબજ ડોલર (53,200 કરોડ રૂપિયા) થઈ છે. કંપનીનો ઈશ્યુ 28 ઓક્ટોબરે ખૂલશે અને 1 નવેમ્બરે બંધ થશે. નાયકા પોતાના ઈશ્યુથી 5,352 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. આમાં 630 કરોડ રૂપિયાની ફ્રેશ વેલ્યુ અને 4,772 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ (OFS)માં વેંચવામાં આવશે. જોકે, અત્યારે પ્રમોટર પાસે 45.99 ટકા ભાગીદારી છે.

સેન્સેક્સઃ +145.93

ખૂલ્યોઃ 61,398.75

બંધઃ 60,967.05

હાઈઃ 61,404.99

લોઃ 60,449.68

NSE નિફ્ટીઃ +10.50

ખૂલ્યોઃ 18,229.50

બંધઃ 18,125.40

હાઈઃ 18,241.40

લોઃ 17,968.50

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.