ETV Bharat / business

સપ્તાહના ચોથા દિવસે આજે ઐતિહાસિક ઉંચાઈ સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 958 અને નિફ્ટી 276 પોઈન્ટ ઉછળ્યો - ઐતિહાસિક ઉંચાઈ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Share Market) ઐતિહાસિક ઉંચાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 958.03 પોઈન્ટ (1.63 ટકા)ના ઉછાળા સાથે 59,885.36ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 276.30 પોઈન્ટ (1.57 ટકા)ની મજબૂતી સાથે 17,822.95ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના ચોથા દિવસે આજે ઐતિહાસિક ઉંચાઈ સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 958 અને નિફ્ટી 276 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Sep 23, 2021, 4:28 PM IST

  • સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Share Market) ઐતિહાસિક ઉંચાઈ સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 958.03 તો નિફ્ટી (Nifty) 276.30 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો
  • BSEનો મિડકેપ ઈન્ડેક્સ 1.30 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.89 ટકાના વધારા સાથે બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Share Market) ઐતિહાસિક ઉંચાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 958.03 પોઈન્ટ (1.63 ટકા)ના ઉછાળા સાથે 59,885.36ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 276.30 પોઈન્ટ (1.57 ટકા)ની મજબૂતી સાથે 17,822.95ના સ્તર પર બંધ થયો છે. તો આજે દિવસભર નાના શેર્સમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તો BSEનો મિડકેપ ઈન્ડેક્સ 1.30 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.89 ટકાના વધારા સાથે બંધ થયો છે. આજે મિડકેપ, સરકારી બેન્ક, મેટલ, ઓટો, પાવર અને મીડિયા શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી હતી.

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 5.05 ટકા, હિન્દલ્કો (Hindalco) 4.37 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 3.68 ટકા, લાર્સન (Larsen) 3.44 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 3.24 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સની (Top Losers) વાત કરીએ તો, એચડીએફસી લાઈફ (HDFC Life) -1.15 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -1.01 ટકા, નેસલે (Nestle) -0.43 ટકા, આઈટીસી (ITC) -0.41 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Construction Prud) -0.41 ટકા ગગડ્યા છે.

સપ્તાહના ચોથા દિવસે આજે ઐતિહાસિક ઉંચાઈ સાથે બંધ થયું Share Market

બજાજ ફાઈનાન્સના શેર્સની કિંમત 5 વર્ષમાં 7 ગણી વધી

બજાજ ફાઈનાન્સના શેર્સમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી 7.2 ગણો ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર 2016માં બજાજ ફાઈનાન્સના શેર 1,100 રૂપિયાના ભાવ પર મળી રહ્યા હતા, જે સપ્ટેમ્બર 2021માં 7,800 રૂપિયા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ બજાજ ફિન્સર્વના શેર છેલ્લા 5 વર્ષમાં 6 ગણા વધ્યા છે. સપ્ટેમ્બર 2016માં બજાજ ફિન્સર્વના શેર 2,900 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા હતા, જે અત્યારે 18,000 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયા છે.

આ પણ વાંચો- આજે સતત 18મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

આ પણ વાંચો- કન્ટેનરના ભાવમાં વધારાને લઇ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે સમસ્યા સર્જાઈ છેઃ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.