ETV Bharat / business

સપ્તાહના પ્રથમ દિવસે કડાકા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 1,170 પોઈન્ટ ગગડ્યો - શેર માર્કેટ અપડેટ

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) મોટા કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,170.12 પોઈન્ટ (1.96 ટકા)ના ઘટાડા સાથે 58,465.89ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 348.25 પોઈન્ટ (1.96 ટકા)ના ઘટાડા સાથે 17,416.55ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના પ્રથમ દિવસે કડાકા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 1,170 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Nov 22, 2021, 4:09 PM IST

  • સપ્તાહના પ્રથમ દિવસે કડાકા સાથે બંધ થયું શેર બજાર (Share Market)
  • સેન્સેક્સ (Sensex) 1,170.12 તો નિફ્ટી (Nifty) 348.25 પોઈન્ટ ગગડ્યો
  • સેન્સેક્સ (Sensex) 59,000થી પણ નીચે આવી ગયો

અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) મોટા કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,170.12 પોઈન્ટ (1.96 ટકા)ના ઘટાડા સાથે 58,465.89ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 348.25 પોઈન્ટ (1.96 ટકા)ના ઘટાડા સાથે 17,416.55ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનું આહ્વાન- ઉદ્યોગ જગત જોખમ ઉઠાવે, ક્ષમતા નિર્માણમાં કરો રોકાણ

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સ (Top Gainers Shares) પર નજર કરીએ તો, ભારતી એરટેલ (Bharti Airtel) 3.88 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 1.07 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 0.99 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 0.88 ટકા, હિન્દલ્કો (Hindalco) 0.42 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -5.70 ટકા, ઓએનજીસી (ONGC) -5.02 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -4.73 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -4.63 ટકા, રિલાયન્સ (Reliance) -4.43 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- ઓનલાઈન ફાર્મસી બિઝનેસમાં ફ્લિપકાર્ટની એન્ટ્રી, આ ભારતીય કંપનીનું કરશે સંપાદન

આ કંપની લાવશે IPO

સ્પેશિયાલિટી કોટિંગ ઈમલ્શન અને વોટર બેઈઝ્ડ પ્રેશર સેન્સિટિવ એડહેસિવ (Adhesives) બનાવનારી લીડિંગ કંપની (Jesons Industries)એ પોતાના આઈપીઓ (IPO) પર મંજૂર લાવવા માટે સેબીમાં અરજી દાખલ કરી છે. કંપનીને આ IPOના માધ્યમથી 800-900 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. આ IPOમાં 120 કરોડ રૂપિયાની ફ્રેશ વેલ્યુ હશે. આ IPOમાં 77,000 ઈક્વિટી શેર કંપનીના કર્મચારીઓ માટે રિઝર્વ હશે.

ગ્રાફિક્સઃ

સેન્સેક્સઃ -1,170.12

ખૂલ્યોઃ 59,710.48

બંધઃ 58,465.89

હાઈઃ 59,778.37

લોઃ 58,011.92

NSE નિફ્ટીઃ -348.25

ખૂલ્યોઃ 17,796.25

બંધઃ 17,416.55

હાઈઃ 17,805.25

લોઃ 17,280.45

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.