ETV Bharat / business

સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Market મજબૂતી સાથે બંધ થયું, સેન્સેક્સ 175 પોઈન્ટ ઉછળ્યો - ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણી

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 175.62 પોઈન્ટ (0.31 ટકા)ના વધારા સાથે 56,124.72ના સ્તર પર બંધ થયો છે. તો નિફ્ટી (Nifty) 68.30 પોઈન્ટ (0.41 ટકા)ની મજબૂતી સાથે 16,705.20ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Market મજબૂતી સાથે બંધ થયું, સેન્સેક્સ 175 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Aug 27, 2021, 4:22 PM IST

  • સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત થઈ
  • સેન્સેક્સ (Sensex) 175.62 તો નિફ્ટી (Nifty) 68.30 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો
  • દિવસભરના વેપાર દરમિયાન બજારમાં ઈન્ટ્રાડેમાં ઉછાળો જોવા મળ્યો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર બજાર (Share Market)ની ફ્લેટ શરૂઆત થઈ હતી. ત્યારે આજે શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 175.62 પોઈન્ટ (0.31 ટકા)ના વધારા સાથે 56,124.72ના સ્તર પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 68.30 પોઈન્ટ (0.41 ટકા)ની મજબૂતી સાથે 16,705.20ના સ્તર પર બંધ થયો છે. આજે દિવસભરના વેપાર દરમિયાન બજારમાં ઈન્ટ્રાડેમાં ઉછાળો થયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઈ પર બંધ થયો છે.

આ પણ વાંચો-આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નથી થયો, જાણો ક્યાં શું કિંમત છે?

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર શેર બજારમાં સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers)વાત કરીએ તો, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 3.54 ટકા, હિન્દલકો (Hindalco) 3.25 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 2.80 ટકા, લાર્સન (Larsen) 2.65 ટકા, ડોક્ટર રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 2.15 ટકા ઉંચકાયા છે. તો સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -1.13 ટકા, ઈન્ફોસિસ (Infosys) -1.09 ટકા, એમ એન્ડ એમ (M&M) -0.80 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડક્શન (TATA Construction Production) -0.63 ટકા, નેશલે (Nestle) -0.48 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- મોદી સરકારે બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા આપી મંજૂરી

શેર બજાર અંગે નિષ્ણાતો શું કહે છે? જાણો

આ સપ્તાહ દરમિયાન શેર બજારમાં જોવા મળેલી ઉથલપાથલ અંગે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નિફ્ટીમાં મજબૂતી જળવાઈ રહેવાની અપેક્ષા છે. કારણ કે, તે 5 સપ્તાહની મુવિંગ એવરેજના 16,390ના સપોર્ટ ઝોન પર ટ્રેડ થઈ રહ્યો છે. તેનો સાપ્તાહિક આરએસઆઈ (RSI) અગાઉના 72 આસપાસના સ્વિંગ લેવલ પર બ્રેકઆઉટની ખાતરી આપે છે. હાલમાં કોઈ ડાયવર્ઝન્સના સંકેતો મળી રહ્યા નથી. આમ, નિફ્ટી ફ્લેગ પેટર્ન ટાર્ગેટ ઝોન 17,000-17,170 નજીક ગતિ કરતો જોવા મળી શકે છે. બેન્કિંગ, ફાઈનાન્સિયલ્સ અને ઓટો વધારાનો સપોર્ટ પૂરો પાડી શકે છે. આઈટી, એફએમસીજી અને મેટલ્સ સારો દેખાવ જાળવી રાખશે.

સેન્સેક્સ 175 પોઈન્ટ ઉછળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.