રેલવે વાણિજ્ય તેમજ ઉદ્યોગ પ્રધાન ગોયલે કહ્યું કે, સેવા ક્ષેત્રમાં દેશમાં મોટા પાયે રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. આગામી 5 વર્ષમાં તેઓ સરકારના 5 અબજ ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યમાં 3,000 અબજ ડોલરનો ફાળો આપી શકે છે.
અહીં પેલેસ ગ્રાઉન્ડમાં સેવાઓ પર 5માં વેશ્વિક ઉદ્ધાંટન સમારોહમાં પીયૂષ ગોયલે કહ્યું કે, ઉત્પાદન અને સેવા ઉદ્યોગો એ ભારતીય અર્થવ્યવસ્થા માટે વિકાસનું એન્જિન છે.
ગોયલે કહ્યું કે, બંનેએ સાથે મળીને કામ કરવાની જરુર છે કારણ કે, સેવા ક્ષેત્ર વિના ઉત્પાદન સફળ ન થઈ શકે અને ઉત્પાદન વિના સેવા ક્ષેત્રમાં વધારો ન થઈ શકે.