ETV Bharat / business

બજારમાં જોરદાર ઘટાડો, શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 પોઇન્ટથી નીચે, નિફ્ટી 15 હજાર પોઇન્ટથી નીચે - Economy news

વૈશ્વિક બજારોના નરમ સંકેતો વચ્ચે મોટી કંપનીઓના શેરમાં સોમવારે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 200થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યું હતું.

market news
market news
author img

By

Published : Feb 22, 2021, 3:35 PM IST

  • બજારમાં આજે જોવા મળ્યો જોરદાર ઘટાડો
  • શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 પોઇન્ટથી નીચે
  • તો બીજી તરફ નિફ્ટી 15000 પોઇન્ટની નીચે

મુંબઈ: આજે સોમવારે અઠવાડિયાનો પ્રથમ ટ્રેડિંગ દિવસ એટલે કે સોમવારના રોજ શેર બજાર થોડો ઉછાળા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 15.78 પોઇન્ટ (0.03 ટકા) 50905.54 પર ખુલ્યો હતો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 પોઇન્ટથી નીચે, નિફ્ટી 15 હજાર પોઇન્ટની નીચે

તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 17.30 પોઇન્ટ અથવા 0.12 ટકાના વધારા સાથે 14999.05 પર ખુલ્યો હતો. 996 શેરો વધ્યા, 409 શેરમાં ઘટાડો થયો અને 92 શેર યથાવત રહ્યા. આ પછી સવારે 11.14 વાગ્યે બજારોમાં જોરદાર ઘટાડો થયો હતો. સેન્સેક્સ 495.45 પોઇન્ટ (0.97 ટકા) ઘટીને 50394.31ના સ્તર પર પહોંચી ગયો છે. નિફ્ટી પણ ઘટ્યો અને 124.60 પોઇન્ટ (0.83 ટકા) ઘટીને 14857.15 પર બંધ રહ્યો હતો.

આ અઠવાડિયે વૈશ્વિક સંકેતો નક્કી કરશે બજારની દિશા

આ અઠવાડિયાએ વૈશ્વિક સંકેતો બજારની દિશા નક્કી કરશે. તજજ્ઞોએ જણાવ્યું કે, માસિક ડેરિવેટિવ્ઝ સોદાના કાપને લીધે ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે છે. બજારો સુસ્ત અને મર્યાદિત રહેવાની ધારણા છે. રોકાણકારોએ મુખ્ય સૂચકાંકોમાં કાળજીપૂર્વક વેપાર કરવો જોઈએ અને વૈશ્વિક બજારોમાં થતા કોઈપણ વિકાસને ધ્યાનમાં લેવું જોઈએ. પાછલા અઠવાડિયે બીએસઈનો બેંચમાર્ક સેન્સેક્સ 654.54 પોઇન્ટ અથવા 1.26 ટકા તૂટ્યો હતો.

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર

જો આપણે સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે એફએમસીજી અને રીયલ્ટીની શરૂઆત ઘટાડાથી થઈ છે. મીડિયા, બેંકો, ફાર્મા, ફાઇનાન્સ સેવાઓ, ઓટો, આઇટી, મેટલ અને ખાનગી બેંકો લીલી છાપ પર ખુલ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.