ETV Bharat / business

યુનિટેકના પ્રમોટર સંજય ચંદ્રાને સુપ્રીમ કોર્ટે આપ્યાં વચગાળાના જામીન - સંજયના માતા-પિતા કોરોના પોઝિટિવ

સંજય ચંદ્રાના માતા-પિતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ કારણોસર સંજય ચંદ્રાને એક મહિનાના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ
author img

By

Published : Jul 7, 2020, 5:38 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે યુનિટેકના પ્રમોટર સંજય ચંદ્રાને વચગાળાના જામીન આપી દીધા છે. કોર્ટે ચંદ્રાને તેના માતા-પિતાની તબિયત લથડતા અને હોસ્પિટલમાં દાખલ હોવાના આધારે જામીન આપ્યા છે.

સંજયના માતા-પિતા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ કારણોસર સંજય ચંદ્રાને એક મહિનાના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

2015 માં, યુનિટેકના 'વાઇલ્ડ ફ્લાવર કન્ટ્રી' અને 'એંથિયા પ્રોજેક્ટ' ના 158 ઘર ખરીદનારાઓએ સંજય સામે ફોજદારી કેસ દાખલ કર્યો હતો. 1 એપ્રિલ, 2017 ના રોજ, યુનિટેકના એમડી સંજય ચંદ્રા સહિત બે લોકોને દિલ્હી પોલીસની આર્થિક ગુન્હા અંતર્ગત ધરપકડ કરી હતી. તે છેલ્લા ત્રણ વર્ષથી તિહાડ જેલમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.