નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હાલમાં ભારત સ્ટેજ -4 (BS -4) વાહનોના નોંધણી પર પ્રતિબંધ મૂક્યો છે. લોકડાઉન સમયગાળા દરમિયાન વેચાયેલા BS-4 વાહનોના નિર્ણય સુધી કોર્ટે શુક્રવારે અધિકારીઓને તેમની નોંધણી બંધ કરવા આદેશ આપ્યો છે. અગાઉ, સર્વોચ્ચ અદાલતે તેના હુકમનું ઉલ્લંઘન કરવા માટે વાહન ડીલર્સ એસોસિએશન સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે કહ્યું કે, આવા વાહનો માર્ચના અંતિમ સપ્તાહ દરમિયાન અને લોકડાઉન દરમિયાન 31 માર્ચ પછી પણ વ વેચવામાં આવ્યા હતા. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે શુક્રવારે વીડિયો કોન્ફરન્સન દ્વારા સુનાવણી કરી હતી. તે દરમિયાન સ્પષ્ટ કર્યું કે, બીએસ -4 વાહનોની નોંધણી પર જ્યા સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રતિબંધિત રહેશે.
બેંચમાં જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારી પણ સામેલ છે. આ અગાઉ, 8 જુલાઈએ કોર્ટે 27 માર્ચના પોતાના હુકમને પાછો ખેંચી લીધો હતો, જેમાં કોવિડ -19 ને કારણે લાગુ લોકડાઉનને હટાવ્યા બાદ દિલ્હી-NCR સિવાય દેશના અન્ય ભાગોમાં દસ દિવસ માટે બીએસ-4 વાહનોના વેચાણ માટે પરવાનગી આપવામાં આવી હતી. જે બાદ આ નિર્ણય પણ પાછો ખેચી લેવામાં આવ્યો હતો.
કોર્ટે ડીલરોને આ હકીકત ધ્યાનમાં રાખીને રાહત આપી હતી કે માર્ચ 2020 પછી આ વાહનો દેશમાં વેચી શકાતા નથી. ખંડપીઠે વેહિકલ ડીલર્સ એસોસિએશનને માર્ચના અંતિમ સપ્તાહમાં ઓનલાઇન અથવા સીધા વેચાયેલા વાહનોની વિગતો રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. ખંડપીઠે કહ્યું કે તે લોકડાઉન સમયગાળા દરમિયાન વેચાયેલા અને નોંધાયેલા બીએસ -4 વાહનોની વિગતોની તપાસ કરવા માગે છે.
ખંડપીઠે 29, 30 અને 31 માર્ચના રોજ આવા વાહનોના વેચાણમાં થયેલા વધારાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે અમે આ લોકો વિરુદ્ધ યોગ્ય પગલા લઈશું. આ મામલે હવે આગામી સુનાવણી 13 ઓગસ્ટે થશે.