મુંબઇઃ ભારતીય સ્ટેટ બેંક (SBI)એ બુધવારે અલગ સમયગાળા માટે ભંડોળ સીમા ખર્ચ આધારિત વ્યાજ દર (એમસીએલઆર)માં 0.15 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જે 10 માર્ચથી લાગુ પડશે. બેંકે એક વર્ષના સમયગાળા માટે એમસીએલઆરમાં 0.10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે, જે 7.85થી ઘટીને 7.75 ટકા સુધીનો થયો છે. બેન્કે ચાલુ વર્ષે સતત દસમી વખત એમસીએલઆર ઘટાડો કર્યો છે.
ત્રણ મહિનાના સમયગાળા માટે એમસીએલઆરને 7.65 ટકાથી ઘટાડી 7.50 ટકા સુધી કરવામાં આવ્યું છે. આ રીતે બે વર્ષ અને ત્રણ વર્ષના એમસીએલઆરને 0.10 ટકા ઘટાડી ક્રમશઃ 7.95 ટકા અને 8.05 ટકા સુધી કરવામાં આવ્યું છે.
આ પહેલા સોમવારે યૂનિયન બેન્ક ઑફ ઇન્ડિયાએ પોતાના એમસીએલઆરમાં 0.10 ટકા ઘટાડા માટેનું એલાન કર્યું હતું.